ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
22 ડિસેમ્બર 2020
પ્રેમ, લગ્ન, તલાક અને રાજકારણ અને જ્યોતિષ… આ મેલોડ્રામા માત્ર એકતા કપૂરની સિરિયલોમાં જ નથી હોતું. પરંતુ વાસ્તવિક જીવનમાં પણ બનતું હોય છે. આવો જ એક હાઈપ્રોફાઈલ કિસ્સો પશ્ચિમ બંગાળથી સામે આવ્યો છે.
ભાજપના નેતા સોમિત્ર ખાનની પત્ની બંગાળની ચૂંટણી પહેલાં, ગઈકાલે વિધિવત મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં.. આનાથી નારાજ થયેલા પતિએ પોતાની પત્ની સુજાતા ખાનને તલાકની નોટીસ પાઠવી છે. જ્યારે આ વિવાદ અંગે સુજાતા ખાનનું કહેવું છે કે તેઓ જ્યોતિષ ની સલાહ હોવાથી જ તૃણમૂલ કોંગ્રેસમા જોડાયાં છે.
જ્યારે ભાજપના સાંસદ સૌમિત્રા ખાને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, 'તૃણમૂલે મારા પરિવારને તોડ્યો, હવે હું જલ્દીથી છૂટાછેડા લઈશ.' બીજીબાજુ સુજાતા ખાનએ કહ્યું કે તેઓ જ્યોતિષ ની સલાહ પર જ તૃણમૂલમાં જોડાયાં છે.
તૃણમૂલમાં જોડાતાં ની સાથે જ સુજાતા ખાને ભાજપ પર ઘણા આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, "ભાજપ સત્તાના લોભી હોય તેવા લોકોને તેમની પાર્ટીમાં સ્થાન આપી રહ્યું છે. પાર્ટી માટે સખત મહેનત કરનારા મારા જેવાં કાર્યકરોની કદર થતી નથી. મને તૃણમૂલ તરફથી કોઈ લાલચ નહોતી મળી, પણ ભાજપમાં મને સન્માન ન મળતું હોવાથી મેં પક્ષ છોડી દીધો છે.'