ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી સાથે હવે હજી એક નવી મુશ્કેલીનો ઉમેરો થયો છે. રાજ્યમાં માત્ર 25,000 બોટલનો જ રક્ત પુરવઠો બચ્યો છે, જેથી રાજ્યમાં રક્તની અછત સર્જાય તેવી શક્યતા છે. તે બદલ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ યુવાનોને રક્તદાન કરવાનું આહવાન કર્યું છે.
રક્તદાન કરનાર મોટો વર્ગ કૉલેજ, આઈ.ટી. અને કોર્પોરેટ ક્ષેત્રમાં છે. કોરોનાની પાબંદીઓને કારણે કૉલેજો બંધ છે તો કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું ક્લચર આવ્યું છે. દર વર્ષે કૉલેજનું એન.સી.સી. અને એન.એસ.એસ. યુનિટ રક્તદાન શિબિર યોજે છે. તે ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ રક્તદાન શિબિર યોજે છે. હાલ કોરોનાના કારણે રક્તદાન શિબિરની સંખ્યા ઘટી છે, જે આ સ્થિતિ માટે જવાબદાર છે.
એન.સી.પી.ના નેતા અને સાંસદ જિતેન્દ્ર આવ્હાડએ ટ્વીટ કરી જણાવ્યું કે હતું કે બ્લડ બેંકમાં રક્તનો પુરવઠો ઘટી રહ્યો છે. ઉપલબ્ધ પુરવઠો માત્ર સાતથી આઠ દિવસ ચાલી શકે એટલો જ છે. તેમણે પણ યુવાનોને રક્તદાન કરવાની અપીલ કરી હતી.
