ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 જુલાઈ 2020
કોરોના સામે જંગ લડી રહેલા મુંબઈ મહાનગરપાલિકાના સહાયક મ્યુનિસિપલ કમિશનર શ્રી અશોક ખૈરનારએ કોરોના સામેની લડતમાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આમ અત્યાર સુધી બીએમસી ના સો કર્મચારીઓ કોરોના ને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
બાંદ્રા પૂર્વ-ખારના એચ ઇસ્ટ વોર્ડના આ અધિકારીનું કોરોનાને કારણે જ મૃત્યુ થયું જેમણે મુંબઈમાં કોરોનાને લગતી કામગીરી માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ શરૂઆતમાં તેમની સારવાર બાંદ્રાની હોસ્પિટલમાં કરવામાં આવી ત્યારબાદ તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં..જયાં તેમની સારવાર રેમેડિસિવીર, પ્લાઝ્મા થેરપી દ્વારા પણ કરવામાં આવી હતી. જોકે, તેમની બોડીએ અહીં વધુ રિસ્પોન્ડ ન કરતા સારવાર માટે ગઈકાલે (શુક્રવારે) ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આમ ત્રણ ત્રણ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા છતાં તેઓ જિંદગી ની જંગ હારી ગયા હતા.
અશોક ખૈરનારના અચાનક મોતથી તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હચમચી ઉઠ્યા છે. કોરોના સામેની લડતમાં અશોક ખૈરનારનું પ્રદર્શન પ્રશંસનીય હતું. શરૂઆતમાં બાંદ્રા પૂર્વ-ખાર વિસ્તાર મુંબઇનો મુખ્ય હોટસ્પોટ હતો. પરંતુ બે મહિનામાં જ વોર્ડમાં સૌથી ઓછી ઘટના બની હતી. તેમણે આ સ્થાનના દર્દીઓના વિકાસ દરને રોકવામાં તેમજ સારા દર્દીઓના બમણા દરમાં વધારો કરવામાં સફળતા મેળવી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com