ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 મે 2020
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશી ની બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈ શહેરમાં કોરોનાવાયરસ નો પ્રકોપ સતત વધી રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં ઊંચકાયા છે પરંતુ તેના પરિણામ દેખાતા નથી. આથી રાજ્ય સરકારે કડક પગલું ભરીને પ્રવીણ પરદેશી ની બદલી કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે પ્રવીણ પરદેશી ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના નજદીકના હોવાનું કહેવામાં આવતું હતું. પ્રવીણ પરદેશી ના સ્થાને ઈકબાલ ચહલ ને આ પદ પર નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે..