Site icon

Uddhav Thackeray: BMC ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે એક્શન મોડમાં: ૧૦૦ થી વધુ ઉમેદવારોને ‘AB’ ફોર્મ અપાયા; અનેક પૂર્વ નગરસેવકો અને નવા ચહેરાઓને મળી તક.

માતોશ્રી પર ઉમેદવારોનો મેળાવડો; મનસે સાથે ગઠબંધન બાદ બેઠકોની વહેંચણી ફાઈનલ, ટિકિટ ન મળતા કેટલાક કાર્યકરોમાં નારાજગીના સૂરો.

Uddhav Thackeray BMC ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે એક્શન

Uddhav Thackeray BMC ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે એક્શન

News Continuous Bureau | Mumbai

Uddhav Thackeray  મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવાથી ઉદ્ધવ ઠાકરેએ મધરાતે ઉમેદવારોના નામ પર મહોર મારી છે. ઉદ્ધવ ઠાકરેએ વ્યક્તિગત રીતે ઉમેદવારો સાથે ચર્ચા કરીને એબી ફોર્મનું વિતરણ કર્યું છે. આ યાદીમાં પૂર્વ ધારાસભ્ય સુનીલ પ્રભુના પુત્ર અંકિત પ્રભુ સહિત અનેક મહિલાઓ અને યુવા કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, ટિકિટ ન મળવાને કારણે માતોશ્રીની બહાર કેટલાક કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Community

પશ્ચિમ અને મધ્ય મુંબઈના મુખ્ય ઉમેદવારો

વોર્ડ ૫૪ (ગોરેગાંવ): અંકિત સુનીલ પ્રભુ (સુનીલ પ્રભુના પુત્ર)
વોર્ડ ૫૯: શૈલેષ ફણસે
વોર્ડ ૬૩: દેવેન્દ્ર (બાળા) આંબેકર
વોર્ડ ૧૦૧ (બાંદ્રા પશ્ચિમ): અક્ષતા ટંડન
વોર્ડ ૧૬૪ (ચાંદીવલી): સાઈનાથ સાધુ કટકે
વોર્ડ ૧૬૮ (કુર્લા): એડ. સુધીર ખાતૂ

મહિલા અને યુવા પ્રતિનિધિત્વ

ઉદ્ધવ ઠાકરેએ આ વખતે મહિલા ઉમેદવારો પર મોટો દાવ ખેલ્યો છે:
રોશની કોરે ગાયકવાડ: વોર્ડ ૩
મેઘના વિશાલ કાકડે માને: વોર્ડ ૬૦
સાધના વરસ્કર: વોર્ડ ૧૦૦
સમીક્ષા દીપક સક્રે: વોર્ડ ૧૩૫
સુવર્ણા મોરે: વોર્ડ ૧૬૭ (કુર્લા-કલિના)
સ્નેહલ શિવકર: વોર્ડ ૧૫૫

આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં ડબલ માર! એકતરફ હાડ થીજવતી ઠંડી અને બીજીતરફ મુંબઈમાં પ્રદૂષણનો કહેર; પારો ૧૦ ડિગ્રીથી નીચે જવાની આગાહી.

નારાજગી અને આક્રમક વલણ

ટિકિટ ફાઈનલ થતા ઘણા ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી, પરંતુ વર્ષોથી પક્ષ માટે કામ કરનારા કેટલાક દાવેદારો નારાજ થયા છે. વોર્ડ ૯૪ ના પ્રજ્ઞા ભૂતકર અને વોર્ડ ૧૭૬ ના હર્ષદા ગજાનન પાટીલ ટિકિટ ન મળવાને કારણે ભાવુક થયા હતા. ઉદ્ધવ ઠાકરેએ તમામ નારાજ કાર્યકરોને સમજાવવાની અને ગઠબંધન ધર્મ પાળવાની અપીલ કરી છે.

 

Ahilyanagar Municipal Election 2026: અહિલ્યાનગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: શિંદે સેનાના ૫ ઉમેદવારો રેસમાંથી બહાર, જાણો કયા કારણોસર ફોર્મ રદ થયા અને હવે શું છે રણનીતિ?.
BMC Election 2026 Scrutiny: BMC ચૂંટણીમાં ૨,૨૩૧ ઉમેદવારો મેદાનમાં: ચકાસણી દરમિયાન માત્ર ૧૬૭ ફોર્મ રદ થયા; જાણો હવે ક્યારે થશે ચિન્હોની ફાળવણી.
BMC Election 2026 Seat Sharing: મહાયુતિમાં ભંગાણના સંકેત! બેઠકોની વહેંચણીમાં રામદાસ આઠવલેએ માંગ્યો મોટો હિસ્સો, શું શિંદે અને ભાજપ ઝૂકશે?.
Maharashtra Municipal Election 2026: મહાયુતિમાં ભડકો! અનેક પાલિકાઓમાં ભાજપ અને શિંદે સેના આમને-સામને, બળવાખોરોએ વધારી બંને પક્ષની ચિંતા; જાણો ક્યાં કેવો માહોલ?.
Exit mobile version