News Continuous Bureau | Mumbai
BMC Mayor Lottery: મુંબઈ સહિત મહારાષ્ટ્રની તમામ 29 મહાનગરપાલિકાઓના મેયર પદ માટે આજે, 22 જાન્યુઆરી 2026ના રોજ આરક્ષણ લોટરી કાઢવામાં આવી હતી. આ લોટરી મુજબ, મુંબઈ (BMC) ના મેયર પદને સામાન્ય કેટેગરી (જનરલ) ની મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે જ મુંબઈના આગામી પ્રથમ નાગરિક એક મહિલા હશે તે સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ આ પ્રક્રિયા વિવાદોના વમળમાં ફસાઈ છે.ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT) એ આખી લોટરી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. ઠાકરે જૂથનો આક્ષેપ છે કે રૉટેશન પદ્ધતિ મુજબ આ વખતે મેયર પદ OBC કે અન્ય અનામત વર્ગ માટે ફાળવવું જોઈતું હતું, પરંતુ સરકારે જાણીજોઈને તેને જનરલ કેટેગરીમાં રાખ્યું છે. વિરોધના પ્રતીક રૂપે ઉદ્ધવ જૂથે પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો.
ઉદ્ધવ જૂથના બહિષ્કારનું મુખ્ય કારણ
શિવસેના-UBT ના નેતાઓનું કહેવું છે કે છેલ્લા બે ટર્મથી મુંબઈમાં ઓપન કેટેગરીના જ કોર્પોરેટર મેયર બન્યા છે. રૉટેશન મુજબ આ વખતે અન્ય પછાત વર્ગોને (OBC) તક મળવી જોઈતી હતી. સત્તાધારી પક્ષોને ફાયદો કરાવવા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો દાવો કરી ઠાકરે જૂથે લોટરી પ્રક્રિયા દરમિયાન જ મંત્રાલયમાંથી વૉકઆઉટ કર્યું હતું.
મહારાષ્ટ્રના અન્ય શહેરોની સ્થિતિ
લોટરી મુજબ અન્ય મુખ્ય શહેરોમાં મેયર પદની સ્થિતિ નીચે મુજબ છે:
ઠાણે: અનુસૂચિત જાતિ (SC) પુરુષ માટે અનામત.
કલ્યાણ ડોમ્બિવલી: અનુસૂચિત જાતિ (SC) માટે અનામત.
જલગાંવ અને ચંદ્રપુર: OBC મહિલા માટે અનામત.
લાતૂર અને જાલના: SC મહિલા માટે અનામત.
પનવેલ અને કોલ્હાપુર: OBC પુરુષ માટે અનામત.
આ સમાચાર પણ વાંચો : Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
હવે સત્તાના સમીકરણો કેવા હશે?
મુંબઈમાં ભાજપ પાસે 89 નગરસેવકો છે, જે સૌથી વધુ સંખ્યાબળ છે. મેયર પદ ‘સામાન્ય મહિલા’ માટે અનામત થતા હવે ભાજપ પોતાની કોઈ વગદાર મહિલા નગરસેવિકાને મેયરની ખુરશી પર બેસાડવાની તૈયારી કરશે. બીજી તરફ, એકનાથ શિંદેની સેના પણ પોતાની મહિલા ઉમેદવાર માટે દાવો કરી શકે છે. જોકે, વિપક્ષ આ આરક્ષણ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે.
Join Our WhatsApp Community