ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
મુંબઈ મહાનગરપાલિકાએ ગયા સપ્તાહે 72 જેટલી નાની નાની હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ પર કોરોનાની સારવાર કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. એટલે કે 50 થી ઓછી બેડ ધરાવતી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ શકશે નહીં. પ્રશાસનના આ નિર્ણય બાદ શહેરના મોટા ભાગની ખાનગી હોસ્પિટલોમાં ICU રૂમની અછત સર્જાય છે. જેને કારણે મોટાભાગના લોકો હવે મોટી ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા મજબૂર બન્યાં છે.
આમ તો મોટાભાગના લોકો પોતાના ઘરની નજીક હોસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કરતા હોય છે. પરંતુ 50 બેડ થી ઓછા બેડ ધરાવતા નર્સિંગ હોમમાં કોવિડ 19 ની સારવાર ન થતી હોવાથી બેડ ની અછત સર્જાઈ છે. અને દુરની મોંઘી જણાતી ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે.
આ ફરિયાદ સામે BMC ની દલીલ છે કે શહેરની ખાનગી અને જાહેર હોસ્પિટલો માં મળી કુલ 1435 ICU બેડ છે. આથી બેડ ની અછત હોવાની વાત ખોટી છે. આ સાથે જ આરોગ્ય ખાતાના કમિશનરે જણાવ્યું હતું કે બીસીસી ગોરેગાવ એન એસ એસ સી અને દહીસર બીએમસી ના જમ્બો સેન્ટર માં મોટી સંખ્યામાં બેડ ઉપલબ્ધ છે. પરંતુ, અહીં વાત એ છે કે કોરોનાના ઘણા દર્દીઓ મનપાના જંબો સેંટર માં જવા માટે તૈયાર નથી. મનપાએ બેડ ન હોવાની વાત નકારતા કહ્યું કે પૂર્વી પરામાં રહેતા દર્દીઓ ઘાટકોપરની રાજાવાડી અને કુરલાની ભાભા હોસ્પિટલોમાં જઈ શકે છે. જ્યારે અંધેરી જોગેશ્વરી રહેતા લોકો સેવન હિલ્સમાં જઈ શકે છે.
મુંબઈની નાની-મોટી 72 જેટલી નર્સિંગ હોમ ને બંધ કરવાનું કારણ જણાવતાં બીએમસીએ કહ્યું કે નાની-નાની હોસ્પિટલોમાં ICU ની સુવિધા ઉપલબ્ધ નથી હોતી. તેમજ કોરોના ના કારણે અન્ય બીમારીથી પીડિત દર્દીઓને બેડ મળવામાં તકલીફ થઈ રહી હતી. પરિણામે શહેરમાં મૃત્યુ દરમાં વધારો નોંધાયો હતો. આથી જ મનપા કમિશનરે નિષ્ણાંતો અને મોટી ખાનગી હોસ્પિટલો સાથે મિટિંગ કરી ઉપરોક્ત નિર્ણય લીધો હતો..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com