ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
મુંબઇગરાઓ માટે પાણી કાપને લઈ ને થોડાં રાહતનાં સમાચાર આવ્યા છે. બૃહદ્દમુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ જાહેરાત કરી છે કે શુક્રવારથી 20 % પાણી કાપ ઘટાડીને 10 % કરવામાં આવશે. મુંબઈને પીવાનું પાણી પહોંચાડનારા તમામ સાત તળાવોનોનું પાણી શહેરને લગભગ 328 દિવસ સુધી ચાલશે, એમ મનપાના અધિકારીએ જણાવ્યું હતું.
કેચમેન્ટ વિસ્તારોમાં પાણીનો કુલ સ્ટોક 85 % સુધી પહોંચી ગયો છે. હાલનો પાણી સ્ટોક પાછલા વર્ષ કરતા ઓછો એટલે કે 94.28 % છે. આથી પાણી કાપને સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લેવાયો નથી, કેમ કે તમામ તળાવો ભરાય ત્યાં સુધી મનપા રાહ જોશે.
એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદ થયો છે. આમ છતાં પાણી કાપ રદ કરી શકાય એટલો નથી. પાણીનો કુલ સ્ટોક તેની નક્કી કરેલી સપાટી સુધી પહોંચ્યો નથી. અને હજી આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે તેનાં પર પાણી કાપ નો આધાર રહેલો છે. આમ હાલ તો મુંબઈગરાઓ ને 20 ટકા પાણી કાપને બદલે 10 ટકા જ પાણી કાપ નો સામનો કરવો પડી રહ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com