ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
હંમેશા પૂરતા નાણાં ન હોવાનું કહેતી BMC એ પાછલાં પાંચ મહિનામાં, કોવિડ – 19 રોગચાળા સામે લડવામાં માટે 600 કરોડ રૂપિયા જેવી મોટી રકમ ખર્ચ કરી છે. 22 જુલાઈ સુધીમાં, આશરે 63 ટકા નાણાં 24 વોર્ડ્સમાં ખર્ચાયાં છે. વિપક્ષનો આરોપ છે કે "આ રકમ ખર્ચ કરવા માટે બીએમસીએ સભાગૃહમાં સંવૈધાનિક સમિતિની નથી બેઠક બોલાવી કે નથી સમિતિની મંજૂરી લીધી " જેને કારણે ભારતીય જનતા પાર્ટી સહિત અપક્ષોએ પાલિકા વહીવટી તંત્ર અને સત્તાધારી શિવસેના સામે આક્રમક ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું છે
બીએમસીએ જે 600 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે. તેમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલોમાં સુવિધા વધારવાની, દવાનો પૂરતો પુરવઠો પહોંચતો કરવો, હોસ્પિટલ માટે આવશ્યક ઉપકરણો ખરીદવા, તેમજ શંકાસ્પદ દર્દીઓ માટે મુંબઈમાં 338 ઠેકાણે કોવિડ-સેન્ટર-1 અને 172 જગ્યાએ કોઈડ સેન્ટર-2 શરૂ કરવા માટે કર્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત ઠેકઠેકાણે ઓક્સિજન સેન્ટર અને જરૂરીયાત વાળી જગ્યાએ ખાસ આઇ.સી.યુ વિભાગની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું છે….
જે માટે નીચે મુજબની રકમ ખર્ચી છે….
બેઘર બેરોજગારોના ભોજન પેટે 73.86
મધ્યવર્તી ખરીદી. 119.48
યાંત્રિક અને વિદ્યુત ખરીદી. 6.60
આરોગ્ય અધિકારી 63.1
જમ્બો સુવિધા. 256.74
મહત્વની વાત એ છે કે થોડા દિવસો અગાઉ બીએમસીના નાણા વિભાગ દ્વારા લોકડાઉન ને કારણે, જંગી આવકની અછત હોવાની વાત કહેવામાં આવી હતી. જે માટે ખર્ચના ડેટા પણ રજુ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ વર્ષના પ્રથમ નાણાકીય ક્વાર્ટરમાં ગત વર્ષની સરખામણીએ એકત્ર થયેલી આવકમાં 20 ટકાનો ઘટાડો થયો હોવાનું મનપા કહી ચુકી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com