ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે યોજાનારી કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET)ના રજિસ્ટ્રેશનની વેબસાઇટ હવે બોર્ડે મહામહેનતે ફરી શરૂ કરી છે અને રજિસ્ટ્રેશન માટે નવું સમયપત્રક પણ જાહેર કર્યું છે. બોર્ડે રજિસ્ટ્રેશન માટે હવે નવું પૉર્ટલ cet.11thadmission.org.in શરૂ કર્યું છે. આ પૉર્ટલ પર રાજ્ય બોર્ડના ૨૦૨૧ના વિદ્યાર્થીઓ માટે ૨૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યાસથી શરૂ કરવામાં આવ્યું છે.
જોકેરાજ્ય બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્ય બોર્ડના જ એવા વિદ્યાર્થીઓ જેમણે દસમાની પરીક્ષા ૨૦૨૧ પહેલાં પાસ કરી હોય, તેવા તમામ વિદ્યાર્થીઓ માટે ૨૮ જુલાઈ, ૨૦૨૧થી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ હવે બોર્ડે વધારી અને બીજીઑગસ્ટ, ૨૦૨૧ સુધી કરી છે.
અંગ્રેજોએ પાંચ વાર કર્યું હતું આસામ-મિઝોરમનું સીમાંકન; જાણો આસામ-મિઝોરમ વચ્ચેના સીમાવિવાદનો ઇતિહાસ
ઉલ્લેખનીય છે કે ૨૦ જુલાઈથી રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું, પરંતુ વેબસાઇટનાં ધાંધિયાંને કારણે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકતા ન હતા અને બોર્ડે અંતે આ પૉર્ટલ બંધ કરવું પડ્યું હતું. એથી જ બોર્ડે હવે નવા પૉર્ટલ પર સ્થળાંતર કર્યું છે અને રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૨૬ જુલાઈથી વધારી અને બીજીઑગસ્ટ કરવામાં આવી છે.