Site icon

મોટી ચિંતા ટળી- રાયગઢના દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો આ મોટો ખુલાસો

News Continuous Bureau | Mumbai 

રાયગઢના(Raigad) દરિયાકાંઠેથી બે શંકાસ્પદ બોટ(Suspicious boat ) મળી આવી હતી, જેમાંથી એક બોટમાં હથિયાર(weapon) મળ્યા હતા. આ શંકાસ્પદ બોટમાંથી AK 47 સહિતના હથિયારો મળી આવ્યાની પ્રાથમિક માહિતી મળી હતી. 

Join Our WhatsApp Community

હવે આ રાયગઢ સંદિગ્ધ બોટ મામલે ખુલાસો થઈ ગયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister of Maharashtra) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) વિધાનસભામાં(Assembly) ખુલાસો કરીને દેશની ચિંતા દૂર કરી દીધી છે. વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે, રાયગઢના દરિયા કિનારે જે બોટ મળી છે તે મૂળ ઓસ્ટ્રેલિયન મહિલાની (Australian woman) માલિકીની હતી અને ખરાબ હવામાનને (Bad weather) કારણે તે દરિયામાં માર્ગ ભટકી ગઈ હતી અને અજાણતા રાયગઢના દરિયા કિનારે આવી ગઈ હતી. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ સમુદ્રકિનારેથી મળી બે શંકાસ્પદ બોટ- AK 47 સહિત હથિયાર મળતાં હડકંપ- હાઈ એલર્ટ જાહેર

દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની બોટમાંથી 3 AK-47 રાઇફલ મળી આવી છે. બોટ અડધી તૂટેલી હાલતમાં છે અને ભારે ભરતીને કારણે કોંકણના દરિયા કિનારે ખેંચાઈ આવી હતી અને કોરિયન બોટ દ્વારા આ બોટમાં બેઠેલા પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરી દેવાઈ છે. કોઈ પણ સંભાવનાને હળવાથી નહીં લેવામાં આવે. ટેરર એંગલથી પણ તપાસ કરાઈ રહી છે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version