ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકારે નાગપુર સાથે અન્યાય કર્યો છે? આવું જ કંઈક બોમ્બે હાઇકોર્ટની નાગપુરની ખંડપીઠ ને લાગ્યું છે. વાત એમ છે કે મીડિયામાં આવી રહેલા રિપોર્ટ અનુસાર નાગપુરની ખંડપીઠે સુ મોટો કેસ દાખલ કર્યો હતો. આ દરમિયાન ન્યાયાધીશે નોંધ્યું કે રાજ્ય સરકારે નાગપુર સાથે ભારોભાર અન્યાય કર્યો છે. થાણા જિલ્લા માં ઓછા દર્દી હોવા છતાં વધુ સુવિધા આપી છે જ્યારે કે નાગપુર જિલ્લામાં વધુ દર્દીઓ હોવા છતાં ઓછી સુવિધા આપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે હવે રાજ્ય સરકારે માત્ર અમુક કલાકની અંદર નાગપુર ને 10000 રેમડેસિવર ઇન્જેક્શન આપવા પડશે.
હવે આ છ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવતા કોરોના ટેસ્ટ નેગેટિવ ફરજિયાત છે. જાણો વિગત
આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે પૂરેપૂરો હિસાબ માંગ્યો છે કે તેણે નાગપુર શહેર માટે શું કર્યું?
આમ પોતાની જનતા સાથે વહાલા-દવલાની નીતિ અપનાવ્યા નો રાજ્ય સરકારના માથે આરોપ લાગ્યો છે.