ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021.
બુધવાર.
ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ED કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશની બદલી કરી દેવામાં આવી છે
પ્રાપ્ત જાણકારી મુજબ જજ એચએસ સતભાઈની યવતમાલ જિલ્લાની કેલાપુર તાલુકા કોર્ટમાં બદલી કરવામાં આવી છે.
આ આદેશ પર મુંબઈ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે હસ્તાક્ષર કર્યા છે.
જો કે અચાનક થયેલા આ ફેરફારને કારણે કોર્ટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
વિશેષ ન્યાયાધીશ આ વર્ષે જુલાઈથી અહીંની સેશન્સ કોર્ટમાં સાંસદો અને ધારાસભ્યોને લગતા કેસો સંભાળી રહ્યા હતા
ન્યાયાધીશ દેશમુખના કેસ ઉપરાંત, તેઓ કથિત મહારાષ્ટ્ર સદન કૌભાંડના સંદર્ભમાં મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ સામેના કેસને સંભાળી રહ્યા હતા.
