ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કોરોના રસી લીધેલા લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા અંગે સવાલ પૂછ્યો છે.
બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું કે, શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે કોરોના રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે?
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ આ અંગે જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો બુધવાર સુધીનો સમય માંગ્યો છે.
આ મામલાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેવું સ્પષ્ટ કરતાં હાઇકોર્ટે બુધવારે યોજાનારી સુનાવણીમાં રાજ્ય સરકારને આ મુદ્દે તેની અંતિમ સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં બે અલગ-અલગ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોરોના રસીકરણ એ મૂળભૂત અધિકારો પર હુમલો છે, તેમ છતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના રસીકરણ વૈકલ્પિક છે.