Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ હાઈકોર્ટે ઠાકરે સરકારને સવાલ- શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે? આ તારીખ સુધીમાં આપવો પડશે જવાબ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Channel

સોમવાર

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કોરોના રસી લીધેલા લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા અંગે સવાલ પૂછ્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું કે, શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે કોરોના રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે?

રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ આ અંગે જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો બુધવાર સુધીનો સમય માંગ્યો છે. 

આ મામલાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેવું સ્પષ્ટ કરતાં હાઇકોર્ટે બુધવારે યોજાનારી સુનાવણીમાં રાજ્ય સરકારને આ મુદ્દે તેની અંતિમ સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં બે અલગ-અલગ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોરોના રસીકરણ એ મૂળભૂત અધિકારો પર હુમલો છે, તેમ છતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના રસીકરણ વૈકલ્પિક છે.

શું તમે જાણો છો મુંબઈમાં કેટલા મેનગ્રોવ્ઝ છે? મુંબઈ જ નહીં પણ દેશમાં પણ પ્રથમ વખત થઈ રહી છે મેનગ્રોન્ઝની ગણતરી, હવે મેનગ્રોવ્ઝ પણ ઓળખાશે નંબરથી. જાણો વિગત
 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version