ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી છે. કોરોના સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજી સંદર્ભે ટિપ્પણી કરતા બોમ્બે હાઈ કોર્ટે મુખ્ય મંત્રીને કહ્યું છે કે પુના જેવા શહેરમાં જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેવી જગ્યાએ સખત લોકડાઉન લાગુ કરવું જોઈએ. બોમ્બે હાઈકોર્ટ નું માનવું છે કે કડક પગલાંને કારણે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. આથી લોકડાઉન ચાલુ રહેવું જોઈએ. પરંતુ કઈ જગ્યાએ લોકડાઉન રહેવું જોઈએ? તો તેની માટે પૂના જેવા શહેર નો દાખલો લઈ શકાય તેમ છે.
આમ ફક્ત મહારાષ્ટ્ર સરકાર નહીં પરંતુ બોમ્બે હાઈકોર્ટ પણ લોકડાઉન ની તરફેણમાં છે.
