Site icon

મોબાઇલ નેટવર્કના ચક્કરમાં યુવકનો જીવ હોમાયો; ઝાડ પર ચઢી નેટવર્ક શોધી રહેલા યુવક પર વીજળી પડી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

દહાણુના ઓસારવીર-માનકરપાડા ગામમાં સોમવારે મોડી સાંજે એક ઝાડની ટોચ પર ચઢી મોબાઇલ નેટવર્ક મેળવવાનો પ્રયાસ કરતી વખતે વીજળી પડતાં એક 17 વર્ષીય છોકરાનું મૃત્યુ થયું હતું. રવિન બચુ કોરડા, વીજળીના આંચકાને કારણે સંતુલન ગુમાવતાં ઝાડ પરથી નીચે પડી ગયો હતો. તેના અન્ય ત્રણ મિત્રોને પણ નીચે પટકાતાં ફ્રૅક્ચર થયું છે. કસાની સરકારી હૉસ્પિટલમાં બે છોકરાઓને દાખલ કરાયા છે, જ્યારે ત્રીજા એક છોકરાને ધૂંડલવાડીની વેદાંત હૉસ્પિટલમાં દાખલ કરાયો છે.

ઘાયલોની ઓળખ મેહુલ અનિલ માનકર ૧૪, દીપેશ સંદીપ કોરડા ૧૪ અને ચેતન મોહન કોરડા ૧૩ તરીકે કરવામાં આવી છે. દહાણુમાં તહસીલદાર રાહુલ સારંગે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “અમે પીડિતાને વળતર આપવાની બાબતે પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, પરંતુ તાજેતરના સરકારી ઠરાવ મુજબ, જો આ વિસ્તારમાં 65 મિમીથી વધુ વરસાદ પડે તો જ વળતર આપી શકીએ છીએ. જોકેસોમવારે આ વિસ્તારમાં એટલો વરસાદ થયો ન હતો અને એથી, અમે વળતરના દાવા માટેની પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. મારી ટીમ આ સંદર્ભે ગામમાં છે અને અહેવાલ બાદ નિર્ણય લેવાશે.”

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ, કોરોનાના નવા કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે   

ઉલ્લેખનીય છે કે દહાણુના પાડામાં આવેલા અનેક ગામમાં મોબાઇલ નેટવર્ક અને વીજળી ખૂબ મોટી સમસ્યા છે. ગામોના રહેવાસીઓ તેમના મોબાઇલ હૅન્ડસેટ્સ પર સિગ્નલ મેળવવા માટે સાગના ઝાડ પર ચઢે છે. એક રહેવાસી વસંત ભોઇરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, "અમારી ગ્રામપંચાયતોએ મોબાઇલ ટાવર બનાવીને નેટવર્ક સુધારવા માટે તમામ સર્વિસ પ્રોવાઇડર્સને પત્રો લખ્યા છે, પરંતુ તેમની તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી."

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version