News Continuous Bureau | Mumbai
Brain Eating Amoeba: કેરળમાં ( Kerala ) હવે વધુ એક બાળકને મગજ ખાનારા અમીબા ઇન્ફેક્શનનો ચેપ લાગ્યો છે. શનિવારે પાયોલી જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ 14 વર્ષીય બાળકના ટેસ્ટ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ છે. કેરળમાં આ ચોથો કેસ છે. ત્રણ બાળકોના અહીં પહેલા જ મોત થયા છે.
નવી દિલ્હી સ્થિત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ( NCDC )એ રાજ્યોને હવે સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે અને લોકોને, ખાસ કરીને બાળકોને નદીઓ અને તળાવોથી દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. પત્રમાં NCDCએ નિવેદન આપતા કહ્યું હતું કે, કેરળના રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ સાથે બેઠક બાદ જાણવા મળ્યું છે કે, મગજ ખાનારા અમીબા સંક્રમણ ( Amoeba infection ) ચોમાસાના સમયમાં ઝડપથી ફેલાઈ શકે છે. આ અમીબા જમીનમાં જોવા મળે છે અને નદી કે જળાશયોમાં રહેલા પાણીમાં જઈને આ અમીબા મનુષ્યના શરીરમાં પહોંચી શકે છે. આથી જરુરી છે કે, ગામોમાં અને નગરોમાં વહીવટી અધિકારીઓ તરફથી આમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવે.
Brain Eating Amoeba: આ રોગ એમોબિક મેનિન્જોએન્સેફેલાઈટિસ તરીકે ઓળખાય છે….
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ રોગ એમોબિક મેનિન્જોએન્સેફેલાઈટિસ (પીએએમ) તરીકે ઓળખાય છે, જે નાગલેરિયા ફાઉલેરી નામના અમીબાને ( Amoeba ) કારણે થાય છે. તે ખૂબ જ જોખમી રોગ છે જે દર્દીને ફક્ત ચારથી ૧૪ અથવા ૧૮ દિવસમાં મારી શકે છે. તેનો મૃત્યુદર ( Mortality rate ) લગભગ 98 ટકા વધારે છે, એટલે કે 100માંથી 98 દર્દીઓ મૃત્યુ પામી શકે છે.
-જો કોરોના અથવા ટીબીના ચેપના મૃત્યુ દર સાથે આ ચેપની તુલના કરવામાં આવે તો તે અનુક્રમે 97 અને 10 ગણી વધારે છે. આ સ્પષ્ટ પણે દર્શાવે છે કે રાજ્યો માટે સમયસર એક્શનમાં આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ સમાચાર પણ વાંચો : Amit Shah: સહકારથી સમૃદ્ધિ’ તરફ આગળ વધતું ગુજરાત, પંચમહાલ ક્ષેત્રની સહકારી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા બેઠક કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ
Brain Eating Amoeba: એનસીડીસી અનુસાર કેરળના કોઝિકોડ, મલપ્પુરમ અને કન્નુરમાં ત્રણ બાળકોના મોત થયા છે….
એનસીડીસી અનુસાર કેરળના કોઝિકોડ, મલપ્પુરમ અને કન્નુરમાં ત્રણ બાળકોના મોત થયા છે. ચોથો કેસ અન્ય જિલ્લામાં સામે આવ્યો છે. તેથી સ્પિટલોને સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે, તેમજ અહીંના તમામ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આઇસીએમઆરની લેબોરેટરીમાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં પીસીઆર ટેકનિક દ્વારા દર્દીના સેમ્પલમાં અમીબાની હાજરી જોવા મળે છે.
રાજ્યોને પહેલા શંકાસ્પદ જિલ્લાઓની ઓળખ કરવા જણાવ્યું છે. જેથી ત્યાંની આરોગ્ય ટીમોને એલર્ટ પર રાખી શકાય. કેરળમાં રાજ્યના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન એનસીડીસીને ખબર પડી કે પહેલા આ સંક્રમણ એકથી બે જિલ્લામાં જોવા મળતું હતું, પરંતુ હવે તે લગભગ ચારથી પાંચ જિલ્લામાં પહોંચી ગયું છે. આ જ કારણ છે કે એનસીડીસીએ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ પહેલા શંકાસ્પદ જિલ્લાઓ અને સ્થળોની ઓળખ કરે અને ત્યાં ઝડપી કામગીરી કરે.