ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન 2021
મંગળવાર
ઇચ્છાશક્તિ અને મહેનતથી કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વપ્નને સાકાર કરી શકે છે. આ વાત સાબિત કરી દેખાડી છે નાંદેડ જિલ્લાના કોઢા ગામમાં એક ખેડૂતની પૌત્રીએ. માત્ર ૧૪ વર્ષની આ છોકરીએ અમેરિકામાં વિમાન ઉડાડીને દેખાડ્યું છે. આજથી વીસ વર્ષ પહેલાં આ ખેડૂતના દીકરાએ શિક્ષણ મેળવવા માટે અમેરિકાનો રસ્તો પકડ્યો હતો, ત્યાર બાદ તેણે પોતાની પત્ની અને બાળકીને અમેરિકા બોલાવી લીધાં. ત્યાર પછી ખેડૂતકાકા એટલે કે કેશવરાવ નાંદેણતરમાંડમાં પોતાના ગામમાં રહ્યા, જ્યારે કે તેના પુત્રે પોતાની કારકિર્દી અમેરિકામાં ઘડી. તેની દીકરી રેવા ઘણી જ કુશાગ્ર અને મહેનતુ છે. રેવાને વિમાન ઉડાડવાનો ભારે શોખ હતો. આથી તેણે નાની ઉંમરે જ વિમાન ચલાવવાની ટ્રેનિંગ લેવા માંડી. આજે માત્ર ૧૪ વર્ષની ઉંમરે તેણે અમેરિકામાં વિમાન ઉડાડીને દેખાડ્યું. તેણે જેવીમાં વિમાન ઉડાડ્યું એનું લાઇવ સ્ટ્રીમિંગ નાંદેડ ખાતે તેના દાદાને દેખાડવામાં આવ્યું.
મહારાષ્ટ્રમાં સાંજે પાંચ વાગ્યા પછી વિનાકારણ ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ.
આમ એક નાનકડા ગામમાંથી આવેલી છોકરીએ પોતાના સ્વપ્ને સાકાર કર્યું છે.