Site icon

એક છોકરીની સફળતાની કહાની : ફક્ત ૧૪ વર્ષની ઉંમરે નાંદેડની આ છોકરીએ અમેરિકામાં વિમાન ઉડાડ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૯  જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ઇચ્છાશક્તિ અને મહેનતથી કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વપ્નને સાકાર કરી શકે છે. આ વાત સાબિત કરી દેખાડી છે નાંદેડ જિલ્લાના કોઢા ગામમાં એક ખેડૂતની પૌત્રીએ. માત્ર ૧૪ વર્ષની આ છોકરીએ અમેરિકામાં વિમાન ઉડાડીને દેખાડ્યું છે. આજથી વીસ વર્ષ પહેલાં આ ખેડૂતના દીકરાએ શિક્ષણ મેળવવા માટે અમેરિકાનો રસ્તો પકડ્યો હતો, ત્યાર બાદ તેણે પોતાની પત્ની અને બાળકીને અમેરિકા બોલાવી લીધાં. ત્યાર પછી ખેડૂતકાકા એટલે કે કેશવરાવ નાંદેણતરમાંડમાં પોતાના ગામમાં રહ્યા, જ્યારે કે તેના પુત્રે પોતાની કારકિર્દી અમેરિકામાં ઘડી. તેની દીકરી રેવા  ઘણી જ કુશાગ્ર અને મહેનતુ છે. રેવાને વિમાન ઉડાડવાનો ભારે શોખ હતો. આથી તેણે નાની ઉંમરે જ વિમાન ચલાવવાની ટ્રેનિંગ લેવા માંડી. આજે માત્ર ૧૪ વર્ષની ઉંમરે તેણે અમેરિકામાં વિમાન ઉડાડીને દેખાડ્યું. તેણે જેવીમાં વિમાન ઉડાડ્યું એનું લાઇવ સ્ટ્રીમિંગ નાંદેડ ખાતે તેના દાદાને દેખાડવામાં આવ્યું.

મહારાષ્ટ્રમાં સાંજે પાંચ વાગ્યા પછી વિનાકારણ ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ.

આમ એક નાનકડા ગામમાંથી આવેલી છોકરીએ પોતાના સ્વપ્ને સાકાર કર્યું છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version