News Continuous Bureau | Mumbai
Bride kidnapping: આંધ્રપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવતી તેના લગ્નના દિવસે તેના જ પરિવાર દ્વારા અપહરણના પ્રયાસનો ભોગ બની હતી. યુવતીની માતા, ભાઈ અને પિતરાઈ ભાઈ તેને બળજબરીથી ઘટના સ્થળની બહાર ખેંચી ગયા હતા. આ દરમિયાન યુવતી વિરોધ કરતી રહી હતી પરંતુ, કોઈએ તેની મદદ કરી નહીં પરંતુ આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી.
Bride kidnapping: પરિવારે જ કર્યો યુવતીના અપહરણનો પ્રયાસ
મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના કડિયામમાંથી આ પ્રકાશમાં આવી છે. દુલ્હનના અપહરણનો પ્રયાસ અન્ય કોઈએ નહીં પરંતુ તેના પિતરાઈ ભાઈઓએ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હનનો પરિવાર લગ્નની વિરુદ્ધ હતો. એટલા માટે તે ભાગી ગઈ અને પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી લીધા. ઘટના 21મી એપ્રિલની છે. 13 એપ્રિલના રોજ યુવતીએ ઘર છોડીને મંદિરમાં છોકરા સાથે લગ્ન કરી લીધા હતા. 21મીએ વરરાજાના પરિવાર દ્વારા વિધિવત લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન યુવતીનો પરિવાર કાર્યક્રમ સ્થળે પહોંચ્યો અને મહેમાનો પર હુમલો કર્યો. આ પછી યુવતીના અપહરણનો પ્રયાસ કર્યો.
Bride kidnapping: જુઓ વિડિયો…
Attempt to #KidnapBride from marriage hall by sprinkling chilli powder; couple, both classmates at veterinary college, had eloped & married at Vijayawada Durga temple on 13th; Groom informed his family, they organised formal event on 21st, from where bride family tried to abduct pic.twitter.com/jXy0l0e2P9
— Uma Sudhir (@umasudhir) April 22, 2024
આ દરમિયાન કન્યાએ પોતાને મુક્ત કરવા માટે તમામ પ્રયાસો કર્યા. પરંતુ, તેને તેના પરિવારના સભ્યો તરફથી આક્રમકતાનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન એક પીળા ટી-શર્ટ પહેરેલા અજાણ્યા શખ્સે મરચાં પાવડર લઈ તમામ પર ફેંકવાનું શરૂ કર્યું. જોકે આમ છતાં પરિવારના સભ્યો યુવતીને બળજબરીથી હોલમાંથી બહાર લઈ ગયા હતા. પરંતુ, અપહરણનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ ઘટના દરમિયાન વરરાજાના મિત્રને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Handvo Recipe : સવારે નાસ્તામાં ઝટપટ આ રીતે બનાવો ટેસ્ટી હાંડવો, બધાં ખાતા રહી જશે; નોંધી લો રેસિપી.
Bride kidnapping: યુવતીના પરિવાર પર નોંધાઈ FIR
કડિયામ સર્કલ ઇન્સ્પેક્ટરે કહ્યું કે પીડિત વરરાજાના પરિવારે આ ઘટનાના સંબંધમાં યુવતીના પરિવાર પર હુમલો, અપહરણનો પ્રયાસ અને સોનાની ચોરી માટે FIR નોંધાવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)