આગામી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી પોતાની તાકાત પર ચૂંટણી લડશે.
લખનૌ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા માયાવતીએ આ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે તેમજ ગત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી.