ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
ગાંધીનગરમાં ભેંસ અને દારૂનો વિચિત્ર મામલો સામે આવ્યો છે. ઘટના ચિલોડા વિસ્તારની છે. દિનેશ ઠાકોરની બે ભેંસો અને એક વાછરડું બીમાર પડતાં પશુચિકિત્સકની સલાહ લીધી હતી. તેઓએ ડૉક્ટરને કહ્યું કે તેમનાં પ્રાણીઓએ ખાવાનું બંધ કરી દીધું છે અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું છે. એની વર્તણૂક સામાન્ય નથી.
બીજા જ દિવસે ભેંસે અનિયંત્રિતપણે કૂદવાનું શરૂ કરી દીધું હતું. એથી ઠાકોર ભાઈઓએ બીજા પશુવૈદની સલાહ લીધી હતી. ડૉક્ટરે પ્રાણીઓની ચિકિત્સા બાદ નિરીક્ષણ દરમિયાન નજીકની ટાંકીમાંથી એક વિચિત્ર ગંધ આવી હતી. ડૉક્ટરે કન્ટેનરમાં રહેલા પાણીના પીળા રંગ વિશે પણ પૂછપરછ કરી ત્યારે ઠાકોરબંધુઓએ આ અંગે ડૉક્ટરને એલફેલ જવાબ આપ્યો હતો. ડૉક્ટરે ત્યાર બાદ LCB ટીમને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે તૂટેલી દારૂની બોટલો સાથે વ્હિસ્કી, વોડકા અને અન્ય દારૂની 101 બોટલો મળી આવી હતી. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે આ પ્રાણીઓ કદાચ દારૂ પીતાં હતાં, જેના કારણે પ્રાણીઓની તબિયત લથડતી હતી.
દિલ્હીની સીબીઆઈ ઓફિસમાં લાગી આગ ; અધિકારીઓને જરૂરી દસ્તાવેજો ખાખ થયાની ભીતી
તપાસ બાદ પોલીસે દારૂની બોટલો પાણીના કન્ટેનર સહિત ઘાસચારાના ઢગલા નીચેથી પણ મેળવી હતી. આ કેસમાં દિનેશ ઠાકોર, અંબ્રામ ઠાકોર અને રવિ ઠાકોર વિરુદ્ધ દારૂ પ્રતિબંધના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી.