Site icon

Gyanvapi : દેશમાં મસ્જિદ તોડી મંદિર બનાવવું.. પછી પાછું. શું દેશમાં આ જ બધુ ચાલુ રહેશે.. જ્ઞાનવાપીના ASI રિપોર્ટ પર આ ઈતિહાસકારે આપ્યું નિવેદન

Gyanvapi : વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં ASI સર્વે રિપોર્ટ આવી ગયો છે અને સુપ્રીમ કોર્ટમાં પણ પેશ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે ચર્ચાઓનું બજાર ગરમ ચાલી રહ્યુ છે. ત્યારે હવે પ્રોફેસર હબીબે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Building a temple by demolishing a mosque in the country,Will all this continue in the country.. Irfan Habib's statement on the ASI report of Gyanvapi

Building a temple by demolishing a mosque in the country,Will all this continue in the country.. Irfan Habib's statement on the ASI report of Gyanvapi

News Continuous Bureau | Mumbai 

Gyanvapi : વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે રિપોર્ટને ( ASI Survey Report ) કથિત રીતે હિન્દુ મંદિર તરીકે જાહેર કરવાના સંદર્ભમાં જોરદાર ચર્ચા થઈ રહી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને ગુરુવારે (25 જાન્યુઆરી) એક અહેવાલ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે પહેલા જ્ઞાનવાપીમાં એક હિંદુ મંદિર ( Hindu Mandir ) હતું. દેશના પ્રખ્યાત ઈતિહાસકાર અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર ઈરફાન હબીબે ( Irfan Habib ) આ અંગે તેમની પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Community

એક રીતે આ દાવાને સ્વીકારતા તેમણે એ પણ પૂછ્યું છે કે શું દેશમાં આવું જ ચાલુ રહેશે? અલીગઢમાં પ્રોફેસર ઈરફાન હબીબે એક મિડીયા રિપોર્ટમાં કહ્યું હતુ કે, “આ એક રીતે સાચું છે. પરંતુ, શું દેશમાં આ બધુ જ થતુ રહેશે. ક્યાં મસ્જિદો ( Gyanvapi  Masjid ) તોડીને મંદિરો બનાવવામાં આવ્યા હતા અને ક્યાં મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી?

જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ મંદિર હોવાના પ્રશ્ન પર હબીબે કહ્યું, ‘હા, તે સાચું છે. ઘણા પુસ્તકોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ, શું દેશમાં આ જ ચાલશે? મસ્જિદો તોડીને મંદિરો બનાવવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં મસ્જિદો છે, તેને તોડીને મંદિરો બનાવવા જોઈએ? બાબરી મસ્જિદ કેસમાં ( Babri Masjid case ) પણ એવું જ થયું હતું. એક અંગ્રેજી અખબારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મસ્જિદો તોડીને બનાવવામાં આવેલા ઘણા મંદિરોનો ઉલ્લેખ છે, તો શું તેમને પણ તોડી નાખવા જોઈએ?

 જો તમે સર જદુનાથ સરકારનું પુસ્તક વાંચ્યું હોત, તો તમને બધું પહેલા જ સમજાય ગયું હોતઃ પ્રોફેસર..

પ્રોફેસરે કહ્યું કે જ્ઞાનવાપી કેસમાં ASI સર્વેની જરૂર નથી. આ વાત (મંદિર હોવાનો) આલમગીરના પુસ્તકમાં પણ ઉલ્લેખ છે અને જો તમે સર જદુનાથ સરકારનું પુસ્તક વાંચ્યું હોત, તો તમને બધું પહેલા જ સમજાય ગયું હોત. હવે જેઓ ભણ્યા જ નથી અભણ છે. તેનાથી શું અપેક્ષાઓ રાખી શકો..

આ સમાચાર પણ વાંચો : Ram mandir: ગણતંત્ર દિવસ પર રામ મંદિરમાં ઉમટી ભીડ.. આટલા લાખથી વધુ ભક્તોએ રામલલાના કર્યા દર્શન..

ઉલ્લેખનીય છે કે, હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે ASIના સર્વે રિપોર્ટમાં સંકેત મળ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ ત્યાં પહેલાથી જ હાજર એક જૂના મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી. જૈને પત્રકારોને જણાવ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે કોર્ટ દ્વારા 839 પાનાના ASI સર્વે રિપોર્ટની નકલો સંબંધિત પક્ષકારોને આપવામાં આવી હતી.

જૈને કહ્યું કે સર્વેક્ષણના અહેવાલથી સ્પષ્ટ થઈ ગયું છે કે મસ્જિદ પહેલાના અસ્તિત્વમાં રહેલા મંદિરને તોડીને તેના અવશેષો પર બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે મંદિર પર મસ્જિદ બનાવવામાં આવી હતી તેના અસ્તિત્વના પૂરતા પુરાવા મળ્યા છે. નોંધનીય છે કે, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ASI સર્વે રિપોર્ટ મેળવવા માટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો સહિત કુલ 11 લોકોએ કોર્ટમાં અરજી કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Exit mobile version