ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
અમુક નેતાઓની આંખમાં ઝેર છે. આ નેતાઓ પોતે વિકાસની રાહ દેખાડી શકતા નથી તેમ જ તેમની પાસે વિઝન પણ નથી. આ ઉપરાંત જે નેતા પાસે વિઝન છે અને યોજના અમલમાં મૂકે છે તેને આડા પાટે ચડાવવાનું કામ આ નેતાઓનું છે. વાત એમ છે કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાનું કામ એક ટકા જેટલું પણ થયું નથી, જેને કારણે બુલેટ ટ્રેનના સ્ટેશનનું ટેન્ડર ડીલે કરવામાં આવ્યું છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનવાનું હતું અને આ માટે ટેન્ડર અત્યાર સુધી જાહેર થવું જોઈતું હતું, પરંતુ આવું કશું થઈ શક્યું નથી.
કેરળની કોમ્યુનિસ્ટ સરકાર ગુનેગારોથી ભરેલી છે. જાણો કોની સામે કેટલા ગુના છે.
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે અને તેની પાર્ટી શિવસેના બુલેટ ટ્રેનની વિરોધમાં છે. આ પાર્ટી પાસે બળદગાડા યુનિયનથી માંડીને ટૅક્સી યુનિયન અને રિક્ષા યુનિયન છે, પરંતુ તેઓ બુલેટ ટ્રેનમાં કોઈ યુનિયન બનાવી શકવાના નથી. આ ઉપરાંત ગુજરાતના વેપારીઓ મુંબઈમાં આવીને વેપાર કરીને પાછા ગુજરાત ચાલી જાય એ તેમને પસંદ પણ નથી. આ કારણે તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક પછી એક એવી ફાચર મારે છે કે પ્રોજેક્ટ આગળ વધી શકતો નથી.