Site icon

BIS: નકલી ISI માર્ક ધરાવતા મિનરલ વોટર એકમ પર ભારતીય માનક બ્યુરોના દરોડા, કાર્યવાહીમાં સ્ટીકર લેબલના આટલા રોલ જપ્ત

BIS: પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Bureau of Indian Standards raids on packaged drinking water manufacturing units

Bureau of Indian Standards raids on packaged drinking water manufacturing units

News Continuous Bureau | Mumbai 

BISભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ( Packaged drinking water ) ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે તા. 12.04.2024નાં રોજ મેસર્સ શ્રી એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર 111, જીઆઇડીસી, દિયોદર, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત ઉપર હાલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન મેસર્સ શ્રી એન્ટરપ્રાઇઝમાંથી ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની 26136 બોટલો, shrink wrap labelના carton અને સ્ટીકર લેબલના 15 રોલ જપ્ત કરવામાં આવ્યા હતા.  

Join Our WhatsApp Community

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિન્હ માટે ( ISI ) લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુધ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમન, 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે,જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Electricity Demand: પાણી પહેલાં પાળ! ઉનાળામાં વીજળીની માગને પહોંચી વળવા સરકારે લીધાં આ પગલાં..

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ ( license ) લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી  અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના  ( ISI Mark )  દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ,  અમદાવાદ-380014, ફોનનં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે અને BIS કેર એપ ( BIS Care App ) પર પણ રજિસ્ટર કરાવી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Mamata Banerjee: INDIA ગઠબંધનમાં મોટી તિરાડ: બંગાળમાં મમતા બેનર્જી એકલા પડ્યા, ‘SIR’ મુદ્દે મોટો રાજકીય ધમાસાણ.
Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version