Site icon News Continuous Bureau | Mumbai

ISI Mark: આઈ એસ આઈ (ISI) માર્ક લગાવ્યા વગરના સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ બનાવતી યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

ISI Mark: ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ (ISI) માર્કવાળા સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સના ઉત્પાદનમાં રોકાયેલા યુનિટ માં મેસર્સ આંશિક પોલીસર્ફ લિમિટેડ, પ્લોટ નંબર- સી-383/1,અરગમા કેમિકલ એસ્ટેટ,સાયખા, દાદરા અને નગર હવેલી.

Bureau of Indian Standards raids styrene butadiene rubber latex manufacturing unit without ISI mark

Bureau of Indian Standards raids styrene butadiene rubber latex manufacturing unit without ISI mark

 News Continuous Bureau | Mumbai 

ISI Mark: ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ (ISI) માર્કવાળા સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સના ઉત્પાદનમાં રોકાયેલા યુનિટ માં મેસર્સ આંશિક પોલીસર્ફ લિમિટેડ, પ્લોટ નંબર- સી-383/1,અરગમા કેમિકલ એસ્ટેટ,સાયખા, ( Dadra and Nagar Haveli )  દાદરા અને નગર હવેલી. તારીખ 21.05.2024 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન, યુનિટ માંથી ISI માર્ક વગરના 310 ડ્રમ (લગભગ 68 MT) સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે ઉપરોક્ત યુનિટ પાસે સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ નું બીઆઈએસ લાઇસન્સ ન હતુ, ISI માર્ક વગરના સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી ઉપરોક્ત યુનિટમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. 

Join Our WhatsApp Community

રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ ( styrene butadiene rubber latex ) (ગુણવત્તા નિયંત્રણ)ના ઓર્ડર મુજબ  તારીખ 15 એપ્રિલ 2021ના રોજ જારી કરાયેલા ઓર્ડર મુજબ સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ ઉપર ISI 15 અકટોબર 2021 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈ એસ આઈ માર્ક લગાવ્યા વગર સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ નું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા ૱ 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ સમાચાર પણ વાંચો: Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 904 ઉમેદવારો ચૂંટણી લડશે

ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના ( Bureau of Indian Standards ) લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ,  ભારતીય માનક બ્યૂરો,  સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ,  દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001  ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version