News Continuous Bureau | Mumbai
દેશની એક લોકસભા(Loksabha) અને ચાર વિધાનસભા સીટો(Assembly Seats) પર થયેલી પેટાચૂંટણીમાંથી(petaelection) ચાર સીટોના પરિણામ આવી ગયા છે.
પ. બંગાળના(West Bengal) આસનસોલ(Asansol) લોકસભા સીટથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના શત્રુઘ્ન સિંહા(shatrughan sinha) અને બાલીગંજ(Baliganj) વિધાનસભા સીટથી બાબુલ સીપ્રીયોની(babul supriyo) જીત થઇ છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુર(kolhapur) ઉત્તર વિધાનસભા સીટથી કોંગ્રેસના(congress) ઉમેદવાર જયશ્રી જાધવે(Jayshree jadhav) જીત મેળવી છે.
બિહારના(bihar) બોચહાં(bochaha ) સીટથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર અમર પાસવાને જીત મેળવી છે.
આ ઉપરાંત છત્તીસગઢના ખૈરાગઢ વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર યશોદા વર્માએ જીત મેળવી છે.
આમ ચારેય રાજ્યોમાં ભાજપના(bjp) ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે.
નોંધનીય છે કે ચાર રાજ્યોની પાંચ સીટો પર પેટાચૂંટણી માટે 12મી એપ્રિલે મતદાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : પ.બંગાળની પેટાચૂંટણીમાં દીદીનો દબદબો યથાવત, ભાજપના સૂપડા સાફ. શત્રુઘ્ન સિંહા ફરી એક વખત લોકસભામાં પ્રવેશ કરે તેવી શક્યતા..