News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) બે લોકસભા સીટ(Lok Sabha seat) રામપુર(Rampur) અને આઝમગઢની(Azamgarh) પેટાચૂંટણીના પરિણામ(By-election results) જાહેર થઈ ગયા છે.
સમાજવાદી પાર્ટીનો(Samajwadi Party) ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે(BJP) જોરદાર દેખાવ કર્યો છે.
રામપુર બેઠક(Rampur seat) પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ(Ghanshyam Singh Lodhi) સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને(asim raja) 42,000 મતોથી પરાજય આપ્યો છે.
સાથે આઝમગઢ સીટ પરથી બીજેપીના દિનેશ લાલ યાદવ નિરહુઆ(Dinesh Lal Yadav Nirhua)પણ જીત્યા.
તેમણે સપાના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને(Dharmendra Yadav) 8,679 મતોથી હરાવ્યા.
રામપુર અને આઝમગઢમાં પેટાચૂંટણી માટે 23 જૂને મતદાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે-હવે ધારાસભ્યો માત્ર ઝુંપડપટ્ટીમાં નહીં પરંતુ હાઉસિંગ સોસાયટીઓમાં પણ ફંડ વાપરી શકશે- જાણો મહારાષ્ટ્ર સરકારના લેટેસ્ટ જી-આર વિશે