Cabinet Meeting: મહારાષ્ટ્રમાં 81 હજાર કરોડના રોકાણના સાત મોટા પ્રોજેક્ટને મળી કેબિનેટ મિટીંગમાં મંજૂરી, હજારો લોકોને મળશે રોજગાર.. જાણો વિગતે…

Cabinet Meeting: મહારાષ્ટ્રમાં આવનારા પ્રોજેક્ટ્સમાં ઉચ્ચ ટેક્નોલોજી આધારિત લિથિયમ બેટરી, ઈલેક્ટ્રિક વાહનો, સોલાર પીવી મોડ્યુલ્સ અને ઈલેક્ટ્રોલાઈઝર, ફ્રુટ પલ્પ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ અને કોંકણની સાથે મરાઠવાડા, વિદર્ભમાં મોટા પાયે રોકાણનો સમાવેશ થાય છે. આનાથી રાજ્યમાં લગભગ 20 હજાર લોકોને સીધી રોજગારી મળશે.

by Bipin Mewada
Cabinet Meeting Seven big projects worth 81 thousand crore investment in the Maharashtra got approval in the cabinet meeting, thousands of people will get employment.

News Continuous Bureau | Mumbai 

Cabinet Meeting: રાજ્યમાં હાલ રોકાણકારોનો પ્રવાહ હાલ વધી રહ્યો છે અને મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની ( CM EKnath Shinde ) અધ્યક્ષતામાં મળેલી ઉદ્યોગ વિભાગની કેબિનેટ સબ-કમિટીની બેઠકમાં 81 હજાર 137 કરોડ રૂપિયાના રોકાણ સાથેના સાત મધ્મય અને મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.  આ મંજૂરીને કારણે મહારાષ્ટ્રમાં હવે ઇલેક્ટ્રોનિક્સ કંપની આરઆરપી દ્વારા પ્રથમ સંકલિત સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવશે. 

આ પ્રોજેક્ટના પહેલા અને બીજા તબક્કામાં 12 હજાર કરોડ રૂપિયાનું રોકાણ ( Investment ) થશે અને 4000 થી વધુ નોકરીઓનું ( Employement )  આમાં સર્જન થશે. નવી મુંબઈના મહાપેમાં આ પ્રોજેક્ટ પર કામ હાલ શરૂ થઈ ગયું છે અને સપ્ટેમ્બર 2024 સુધીમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

Cabinet Meeting: મોટા પ્રોજેક્ટને મંજુરી મળવાથી રાજ્યમાં લગભગ 20 હજાર લોકોને સીધી રોજગારી મળશે…

મહારાષ્ટ્રમાં આવનારા પ્રોજેક્ટ્સમાં ઉચ્ચ ટેક્નોલોજી આધારિત લિથિયમ બેટરી, ઈલેક્ટ્રિક વાહનો, સોલાર પીવી મોડ્યુલ્સ અને ઈલેક્ટ્રોલાઈઝર, ફ્રુટ પલ્પ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ અને કોંકણની સાથે મરાઠવાડા, વિદર્ભમાં મોટા પાયે રોકાણનો સમાવેશ થાય છે. આનાથી રાજ્યમાં લગભગ 20 હજાર લોકોને સીધી રોજગારી મળશે. આ પ્રસંગે એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઔદ્યોગિક નીતિ ( Industrial Policy ) હેઠળ સામૂહિક પ્રોત્સાહન યોજના હેઠળ વિવિધ પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, મુખ્ય સચિવ સુજાતા સૌનિક, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ આઈ.એસ. ચહલ, અગ્ર સચિવ વિકાસ ખડગે, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ ડો. હર્ષદીપ કાંબલે વગેરે આ કેબિનેટ મિટીંગમાં ( Maharashtra Cabinet Meeting ) ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Blood Donation Camp : સ્મીમેર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ અને રામ ઇમ્પેક્ષ એન્ડ ગ્રુપ દ્વારા ચોથો રક્તદાન કેમ્પ યોજાયો: ૪૦૩ યુનિટ રક્ત એકત્ર કરાયું

Cabinet Meeting:  મંજૂર રોકાણ પ્રોજેક્ટ ( Investment projects ) 

  • -JSW એનર્જી PSP XI લિમિટેડનું વિશાળ લિથિયમ બેટરી ઉત્પાદન પ્રોજેક્ટમાં રોકાણ માટે મંજુરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ નાગપુર વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રોજેક્ટમાં કુલ 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે અને 5000 નોકરીઓનું સર્જન થવાની આશા છે.
  • -JSW  ગ્રીન મોબિલિટી લિમિટેડ કંપની એ રાજ્યની પ્રથમ મેગા-પ્રોજેક્ટ છે જેણે ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહન ઉત્પાદનમાં ભારે રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટ છત્રપતિ સંભાજીનગરમાં સ્થાપિત કરાશે. આ પ્રોજેક્ટમાં કુલ 27 હજાર 200 કરોડ રૂપિયાનું રોકાણ થશે અને 5200થી વધુ નોકરીઓનું સર્જન થશે. આ પ્રોજેક્ટ વાર્ષિક 5 લાખ ઇલેક્ટ્રિક પેસેન્જર કાર અને 1 લાખ કોમર્શિયલ કાર બનાવવાની યોજના ધરાવે છે.
  • -હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ દ્વારા ફળોના પલ્પ અને જ્યુસ આધારિત ઉત્પાદનોના ઉત્પાદન માટેનો એક મોટો પ્રોજેક્ટ રત્નાગીરીમાં સ્થાપિત થશે. આ પ્રોજેક્ટમાં 1.5 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે.
  • -બુટીબોરી જિલ્લાના વધારાના MIDC ખાતે અવાડા ઈલેક્ટ્રો કંપનીના સોલાર પીવી મોડ્યુલ અને ઈલેક્ટ્રોલાઈઝરનો સંકલિત પ્રોજેક્ટ રાયગઢમાં બનાવવામાં આવશે. કંપની દ્વારા રાજ્યમાં ઉચ્ચ ટેક્નોલોજી આધારિત રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં કુલ 13 હજાર 647 કરોડ રૂપિયાનું રોકાણ થશે અને તેનાથી આઠ હજારથી વધુ નોકરીઓનું સર્જન થશે.
  • – Pernod Ricard India Pvt Ltd નાગપુરના એડિશન બુટીબોરી MIDC ખાતે એક વિશાળ બ્રુઅરી પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1 હજાર 785 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More