Site icon

Cabinet Meeting: મહારાષ્ટ્રમાં 81 હજાર કરોડના રોકાણના સાત મોટા પ્રોજેક્ટને મળી કેબિનેટ મિટીંગમાં મંજૂરી, હજારો લોકોને મળશે રોજગાર.. જાણો વિગતે…

Cabinet Meeting Seven big projects worth 81 thousand crore investment in the Maharashtra got approval in the cabinet meeting, thousands of people will get employment.

Cabinet Meeting Seven big projects worth 81 thousand crore investment in the Maharashtra got approval in the cabinet meeting, thousands of people will get employment.

News Continuous Bureau | Mumbai 

Cabinet Meeting: રાજ્યમાં હાલ રોકાણકારોનો પ્રવાહ હાલ વધી રહ્યો છે અને મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની ( CM EKnath Shinde ) અધ્યક્ષતામાં મળેલી ઉદ્યોગ વિભાગની કેબિનેટ સબ-કમિટીની બેઠકમાં 81 હજાર 137 કરોડ રૂપિયાના રોકાણ સાથેના સાત મધ્મય અને મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.  આ મંજૂરીને કારણે મહારાષ્ટ્રમાં હવે ઇલેક્ટ્રોનિક્સ કંપની આરઆરપી દ્વારા પ્રથમ સંકલિત સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવશે. 

આ પ્રોજેક્ટના પહેલા અને બીજા તબક્કામાં 12 હજાર કરોડ રૂપિયાનું રોકાણ ( Investment ) થશે અને 4000 થી વધુ નોકરીઓનું ( Employement )  આમાં સર્જન થશે. નવી મુંબઈના મહાપેમાં આ પ્રોજેક્ટ પર કામ હાલ શરૂ થઈ ગયું છે અને સપ્ટેમ્બર 2024 સુધીમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

Cabinet Meeting: મોટા પ્રોજેક્ટને મંજુરી મળવાથી રાજ્યમાં લગભગ 20 હજાર લોકોને સીધી રોજગારી મળશે…

મહારાષ્ટ્રમાં આવનારા પ્રોજેક્ટ્સમાં ઉચ્ચ ટેક્નોલોજી આધારિત લિથિયમ બેટરી, ઈલેક્ટ્રિક વાહનો, સોલાર પીવી મોડ્યુલ્સ અને ઈલેક્ટ્રોલાઈઝર, ફ્રુટ પલ્પ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ અને કોંકણની સાથે મરાઠવાડા, વિદર્ભમાં મોટા પાયે રોકાણનો સમાવેશ થાય છે. આનાથી રાજ્યમાં લગભગ 20 હજાર લોકોને સીધી રોજગારી મળશે. આ પ્રસંગે એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઔદ્યોગિક નીતિ ( Industrial Policy ) હેઠળ સામૂહિક પ્રોત્સાહન યોજના હેઠળ વિવિધ પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, મુખ્ય સચિવ સુજાતા સૌનિક, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ આઈ.એસ. ચહલ, અગ્ર સચિવ વિકાસ ખડગે, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ ડો. હર્ષદીપ કાંબલે વગેરે આ કેબિનેટ મિટીંગમાં ( Maharashtra Cabinet Meeting ) ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Blood Donation Camp : સ્મીમેર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ અને રામ ઇમ્પેક્ષ એન્ડ ગ્રુપ દ્વારા ચોથો રક્તદાન કેમ્પ યોજાયો: ૪૦૩ યુનિટ રક્ત એકત્ર કરાયું

Cabinet Meeting:  મંજૂર રોકાણ પ્રોજેક્ટ ( Investment projects ) 

Exit mobile version