News Continuous Bureau | Mumbai
Arms smuggling દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી કરનારા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જે પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલાયેલા અત્યાધુનિક હથિયારોની સપ્લાય કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા.
ગેંગસ્ટરોને સપ્લાય થવાના હતા હથિયારો
પોલીસના જણાવ્યા અનુસાર, આ હથિયારોની ખેપ પંજાબના રસ્તે ભારત લાવવામાં આવી હતી અને તેને લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગ સુધી સપ્લાય કરવાનું આયોજન હતું. જપ્ત કરાયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઇ-ટેક વેપન્સ સામેલ છે. પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે આ હથિયારોની ખેપ દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
ચાર આરોપીઓની ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચને ઇનપુટ મળ્યું હતું કે કેટલાક તસ્કરો રાજધાનીમાં હથિયારોની મોટી સપ્લાય કરવા પહોંચવાના છે. આ ઇનપુટના આધારે રોહિણી વિસ્તારમાં જાળ બિછાવીને આ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં આધુનિક હથિયારો જપ્ત કર્યા છે અને સમગ્ર નેટવર્કની તપાસ ચાલુ છે, જેથી આંતરરાષ્ટ્રીય તસ્કરીની સાંકળના અન્ય સભ્યોને પણ પકડી શકાય.