લો બોલો!  આત્મનિર્ભર બનવાની સલાહ આપનારી કેન્દ્ર સરકારના આ પ્રધાને લોકોને ઓનલાઈન ખરીદી કરવાની આપી સલાહઃ વેપારી આલમ રોષમાં. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
વિદેશી ઈ-કોમર્સ ઓનલાઈન કંપનીઓને કારણે દેશના નાના વેપારીઓનું અસ્તિતવ જોખમમાં આવ્યું છે. કોઈ પણ જાતના નીતિ-નિયમ કાયદાને નહીં માનનારી આ ઓનલાઈન કંપની સામે દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી વેપારી સંસ્થા કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સતત લડત આપી રહી છે. એવામાં કેન્દ્રના આરોગ્ય ખાતાએ લોકોને ઓનલાઈન ખરીદી પર ભાર આપો – એ મુજબની જાહેરાત આપી છે, તેની સામે દેશભરના વેપારીઓ ઉશ્કેરાઈ ગયા છે.

સરકાર એક તરફ આત્મનિર્ભર થવાની વાત કરે છે અને બીજી તરફ ઓનલાઈન ખરીદી કરવાની લોકોને સલાહ આપી રહી છે. આ રીતે સરકાર જ ઓનલાઈન વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને પ્રમોટ કરી રહી છે એવો આરોપ  પણ વેપારીઓએ કર્યો છે. CAITએ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાને પત્ર લખીને સરકારની આ જાહેરાત સામે નારાજગી વ્યકત કરી છે. તેમજ નાના વેપારીઓ હિતને જોખમમાં મૂકનારી આ જાહેરખબરને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી કરી છે.

ભાવના ગવળી આ કારણે ED કાર્યાલયમાં જતાં ડરે છે; માગ્યો 15 દિવસનો સમય

CAITએ સ્વાસ્થ્ય પ્રધાનને લખેલા પત્રમાં આ જાહેરખબરને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી કરી છે. આ જાહેરખબર દેશના 8 કરોડથી વધુ નાના વેપારીઓને આઘાત આપનારી છે. આ જાહેરખબર ભારતના સંવિધાન વિરુધ્ધ વેપારીઓના મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરનારી છે.  સરકાર આ જાહેરખબર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન વેપારમાં ભેદભાવ કરી રહી છે એવો આરોપ પણ CAIT દ્વારા કરવામાં આવ્યો હતો.    

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment