ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઓગસ્ટ, 2021
ગુરુવાર
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય હિંસા અને ખાસ કરીને ભાજપના કાર્યકરોને ટાર્ગેટ બનાવવાનો સિલસિલો ચાલુ જ છે ત્યારે હવે કોલકાતા હાઈકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.
હાઈકોર્ટે ચૂંટણી બાદ જેટલી પણ રેપ અને મર્ડરની ઘટનાઓ બની છે તેની તપાસ સીબીઆઈને સોંપવા માટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
જોકે આ સિવાય હિંસાના બીજા મામલાની તપાસ હાઈકોર્ટ દ્વારા બનાવવામાં આવેલી એક વિશેષ ટીમ દ્વારા કરવામાં આવશે.
આ ટીમને રિપોર્ટ કોર્ટને સોંપવા માટે આદેશ અપાયો છે અને એ પછી આગળની સુનાવણી ચાર ઓક્ટોબરે થશે.
સાથે જ કોર્ટના નિર્દેશ વગર કોઈની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તેમજ જે પિડિતો છે તેમને બેન્ક એકાઉન્ટમાં સીધુ વળતર અપાશે.સરકારની તમામ એજન્સીઓએ તપાસમાં મદદ કરવાની રહેશે .
ઑનલાઇન શિક્ષણની આડઅસર, દેશના 53 ટકા વાલીઓ બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર