Site icon

કોલકોતા હાઈકોર્ટનો આદેશ.. શાળાના દરેક વિદ્યાર્થીને 20% ફી માફી આપો.. શું બીજા રાજ્યો પણ આનું અનુસરણ કરશે..?? 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

મુંબઈ-મહારાષ્ટ્ર અને દેશભરના વાલીઓ શાળાની ફી મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે. એવા સમયે કોલકાતા હાઈકોર્ટે વિદ્યાર્થીઓને રાહત થાય એવો આદેશ શાળાઓને આપ્યો છે.
કોવિડ -19 અને લોકડાઉન દરમિયાન આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા કેટલાક પરિવારોને રાહત આપતા કલકત્તા હાઈકોર્ટે તમામ ખાનગી શાળાઓને તેમની ટ્યુશન ફીમાં 20 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનો આદેશ રાજ્યની તમામ બિન-સરકારી, સહાય મેળવતી શાળાઓ માટે બંધનકર્તા રહેશે અને આ આદેશ વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટેના 2019- 20 ના સત્ર માટે લાગુ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

કોલકાતા અને આજુબાજુની 145 શાળાઓના વાલી મંચ દ્વારા જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી હતી, જેમાંથી ઘણાએ તેમની આર્થિક મુશ્કેલીઓ અંગે શાળા સંચાલકોનો સંપર્ક કર્યો હતો.

આ ઉપરાંત, કોર્ટે કહ્યું કે 2019-2020 ની માત્ર 80% ટ્યુશન ફી લેવાની રહેશે. રોગચાળાના આ સમયગાળા દરમિયાન પ્રયોગશાળા ફી, રમતગમતની ફી અને પિકનીક ફી જેવા ઓવરહેડ ખર્ચો લઇ શકાશે નહીં. ટૂંકમાં, શાળાઓ બિન શૈક્ષણિક ફી લઈ શકતી નથી. રોગચાળાના સમયગાળા માટે માત્ર 5 ટકા જ નફાની આવક લઇ શકાશે

લોકોને નોકરી ધંધા મંદ પડવાને કારણે ઘણા બધા નુકસાન થયા છે અને વર્ગો ઓનલાઇન થતા હોવાથી અનેક શાળાઓના વાલીઓએ શાળા ફી ઘટાડવા અંગે મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. ફી નો વધુ ભાર એવા પરિવારો પર પડે છે જ્યાં એક કરતા વધારે બાળકો હોય છે અને ઘણી શાળાઓએ આવા પરિબળો ધ્યાનમાં લીધા નથી કારણ કે તેઓએ દલીલ કરી હતી કે શિક્ષકોના પગારની ચુકવણી તો કરવી જ પડે છે. 

માતાપિતાએ દલીલ કરી હતી કે વિદ્યાર્થીઓ શાળામાં ન આવતા હોવાથી સંપૂર્ણ ફી વસૂલવી ન જોઇએ, જ્યારે શાળાઓએ દલીલ કરી હતી કે તેઓએ તેમના સ્ટાફને ચૂકવણી કરવી ફરજિયાત છે.

Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Delhi Blast: રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર: દિલ્હી બ્લાસ્ટમાં નકલી IAS, પાક આર્મી અને ₹૧૯ કરોડના ચેકનું મહારાષ્ટ્ર કનેક્શન!
Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.
Exit mobile version