ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હોઈ શકે છે. એવો ઈશારો વિપક્ષના વરિષ્ઠ નેતા તરફથી કરવામાં આવ્યો છે.
આગામી 2021 માં આસામમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પત્રકારોને એક મીટિંગમાં કહ્યું હતું કે 'મારા સૂત્રોએ જાણાવ્યું કર્યું છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે, ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારોની યાદીમાં રંજન ગોગોઈનું નામ છે. મને લાગે છે કે તેમને આસામના આગામી સંભવિત મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભાજપા રજૂ કરી શકે છે.
નોંધનીય છે કે અયોધ્યા રામ મંદિર મામલામાં રંજન ગોગોઇના નિર્ણયથી એક પક્ષ ખુશ હતો. ત્યારબાદ તેમણે ધીરે ધીરે રાજ્યસભાના નામાંકનને સ્વીકારીને રાજકારણમાં પ્રવેશ કર્યો. બાકી તો તેઓ સરળતાથી માનવાધિકાર આયોગ અથવા અન્ય કોઈ અધિકાર સંગઠનના અધ્યક્ષ બની શકયા હોત. પરંતુ તેમની રાજકીય મહત્વાકાંક્ષા હતી અને તેથી તેમણે રાજ્યસભાના નામાંકનનો સ્વીકાર કર્યો. એમ પણ આ નેતાએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આસામમાં કોંગ્રેસી નેતાઓ વચ્ચે અત્યારથી જ ખેંચતાણ શરૂ થયી ગયું છે. આ નેતાઓનું માનવું છે કે કોંગ્રેસના એઆઈયુડીએફ સાથે હાથ મેળવવાથી આસામમાં કોંગ્રેસની મતદાન ટકાવારી પર વિપરીત અસર પડશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com