Site icon

શું આસામમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે પુર્વ સુપ્રીમ કોર્ટ જજ રંજન ગોગોઈ? જાણો કઈ પાર્ટી સાથે તેમની નજદીકી વધી..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ઓગસ્ટ 2020

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હોઈ શકે છે. એવો ઈશારો વિપક્ષના વરિષ્ઠ નેતા તરફથી કરવામાં આવ્યો છે.

આગામી 2021 માં આસામમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પત્રકારોને એક મીટિંગમાં કહ્યું હતું કે 'મારા સૂત્રોએ જાણાવ્યું કર્યું છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે, ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારોની યાદીમાં રંજન ગોગોઈનું નામ છે. મને લાગે છે કે તેમને આસામના આગામી સંભવિત મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભાજપા રજૂ કરી શકે છે.

નોંધનીય છે કે અયોધ્યા રામ મંદિર મામલામાં રંજન ગોગોઇના નિર્ણયથી એક પક્ષ ખુશ હતો. ત્યારબાદ તેમણે  ધીરે ધીરે રાજ્યસભાના નામાંકનને સ્વીકારીને રાજકારણમાં પ્રવેશ કર્યો. બાકી તો તેઓ સરળતાથી માનવાધિકાર આયોગ અથવા અન્ય કોઈ અધિકાર સંગઠનના અધ્યક્ષ બની શકયા હોત. પરંતુ તેમની રાજકીય મહત્વાકાંક્ષા હતી અને તેથી તેમણે રાજ્યસભાના નામાંકનનો સ્વીકાર કર્યો. એમ પણ આ નેતાએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આસામમાં કોંગ્રેસી નેતાઓ વચ્ચે અત્યારથી જ ખેંચતાણ શરૂ થયી ગયું છે. આ નેતાઓનું માનવું છે કે કોંગ્રેસના એઆઈયુડીએફ સાથે હાથ મેળવવાથી આસામમાં કોંગ્રેસની મતદાન ટકાવારી પર વિપરીત અસર પડશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version