ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર, 2021
શુક્રવાર
નવા કૃષિ કાયદા રદ થયા બાદ પંજાબના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે.
નવા કાયદા સરકારે પાછા ખેંચી લીધા છે ત્યારે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે તેના પર ખુશી વ્યક્ત કરીને કહ્યુ છે કે, હું ભાજપ સાથે કામ કરવા માટે તૈયાર છું.
આ નિવેદન બાદ હવે એવી અટકળો શરુ થઈ છે કે, પંજાબમાં કેપ્ટન અમરિન્દરની નવી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી લડવા માટે ગઠબંધન થશે.
કેપ્ટને કહ્યુ હતુ કે, સરકારના નિર્ણયથી ખેડૂતોને રાહત મળી છે અને પંજાબની પ્રગતિનો રસ્તો પણ ખુલી ગયો છે. ખેડૂતોના વિકાસ માટે હું ભાજપ સાથે મળીને કામ કરવા તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે, સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ છોડી દેનાર કેપ્ટન અમરિન્દરસિંહે પોતાની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની સ્થાપના કરી છે.
'અંડર-19 વર્લ્ડ કપ' ટૂર્નામેન્ટની જાહેરાત, 'આ' દેશની ટીમ નહીં રમે, તેના બદલે સ્કોટલેન્ડને મળશે તક