News Continuous Bureau | Mumbai
Car Accident : લાતુર ( Latur ) માં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માત ની ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા ચાર મિત્રોના અકસ્માતની ઘટના તાજી છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર સીધી હોટલ ( Hotel ) માં ઘૂસી ગઈ. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
કાર સીધી હોટલ સાથે અથડાઈ
#UPDATE #WATCH : Another cctv Video of a horrific accident in Ausa, Latur district. A car rammed into a roadside hotel Three people in the car died on the spot. #latur #Maharashtra #CCTV #cctvfootage #Accidentcctv #India #RoadAccident #shocking pic.twitter.com/8LQ9aLSVul
— MH Chronicle (@MHNewsDaily) March 9, 2024
મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત લાતુર-સોલાપુર હાઈવે ( Solapur Highway ) પર થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરે હાઇવે પર મુસાફરી કરતી કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી સીએનજી પંપની બાજુમાં આવેલી હોટલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઘાયલ લોકો લાતુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ સમાચાર પણ વાંચો : સુરતના લોકો માટે એક સુંદર અને હરિયાળું નજરાણું, ‘અર્બન ફોરેસ્ટ’માં ૫૦ વધુ પ્રજાતિના ૩ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દરમિયાન આ કમનસીબ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે લાતુર તરફ જઈ રહેલી કાર ( car crashes ) પૂરપાટ ઝડપે કેવી રીતે હોટલમાં ઘૂસી ગઈ. અચાનક બનેલી ઘટનાથી હોટલમાં નાસ્તો કરવા આવેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)