ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
અમદાવાદ ખંભાતના પરિવારને ધોળકા નજીક અકસ્માત નડ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી જેમાં કારનાં કુરચા ઉડી ગયા.
આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે વાનમાં 8 લોકો સવાર હતા અને વાન રોંગ સાઈડમાંથી પસાર થઈ રહી હતી ત્યારે જ ટેન્કર સાથે ધડાકાભેર તેની ટક્કર થઈ હતી.
કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં