News Continuous Bureau | Mumbai
Car hits man : ઉત્તર પ્રદેશ ( Uttar Pradesh ) ના ઝાંસી ( Jhansi ) માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિ પર એક વાર નહીં પણ બે વખત કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ હવે તેને ગંભીર ઈજા પહોંચી છે. રિપોર્ટ અનુસાર, સિપ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગેસ એજન્સીના સંચાલકને મારવાના ઈરાદાથી કાર દ્વારા કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Car hits man : ગાડીએ મારી ટક્કર
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની પ્રેમગંજ કોલોનીમાં બની હતી, સિપ્રી બજારમાં ન્યુ રાયગંજ જૈન ડેરી પાસે રહેતા ગેસ એજન્સીના સંચાલક 17મી મેના રોજ રોજની જેમ સાંજે ફરવા માટે ઘરેથી વોક માટે નિકળ્યા હતા. તે ઘરથી થોડે દૂર પહોંચ્યા કે તરત જ પાડોશમાંથી કાર ચલાવતા યુવકે તેની ગાડી રિવર્સ લીધી અને તેને ટક્કર મારી, આ દરમિયાન તે નીચે પડી ગયા, આ જોયા પછી પણ કાર ચાલકે ગાડી તેમની ઉપર ચડાવી દીધી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગેસ એજન્સીના સંચાલક કારની નીચે આવી ગયા બાદ પણ કાર સવાર રોકાયો નહોતો. કારની નીચે ફસાયેલા ગેસ એજન્સી સંચાલક ને ખેંચીને તે પાછો ગયો. ફરી કાર આગળ ચલાવી.
⚠️Trigger Warning: Disturbing Video.
In #UttarPradesh‘s #Jhansi, a SUV can be seen driving in reverse over an elderly man. The victim was dragged with the SUV for few meters before it stopped and the driver again drove over the man writhing in pain on the street. pic.twitter.com/XSkwZNTYxB
— Hate Detector 🔍 (@HateDetectors) May 24, 2024
Car hits man : જુઓ વિડીયો
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે કાર ચલાવનાર વ્યક્તિ વારંવાર કારને આગળ-પાછળ ખસેડીને ગેસ એજન્સીના સંચાલકને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. શરૂઆતમાં એવું જોવામાં આવે છે કે જેવા પાડોશીએ જેવી કારને રિવર્સ કરી કે તરત જ પાછળ ઉભેલા એજન્સી ઓપરેટર ને ટક્કર લાગે છે અને તે નીચે પડી જાય છે, જોકે આ પછી પણ કાર સવાર ન રોકાયો અને તેને ખેંચીને કાર પાછી લઈ ગયો. તે નીચે પડ્યો કે તરત જ કાર તેના પર ફરી વળી.
આ સમાચાર પણ વાંચો: અબ કી બાર 400 પારનો નારો, જો ભાજપને ચૂંટણીમાં ઓછી બેઠકો મળશે તો શું શેરબજાર તૂટશે?…. જાણો વિગતે..
Car hits man : ઈરાદાપૂર્વક હત્યાનો પ્રયાસ
લોહીથી લથબથ ઘાયલની ચીસો સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે આ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે અને તે હત્યાનો પ્રયાસ છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)