Site icon

લોકમેળામાં વધુ એક દુર્ઘટના-મોતના કુવામાં કરતબ કરતી કારનું ટાયર નીકળી જતાં અચાનક નીચે પટકાઈ- લોકોના જીવ તાળવે ચોંટી ગયા

News Continuous Bureau | Mumbai

રાજકોટ(rajkot) શહેરના રેસકોર્સ મેદાનમાં(Racecourse grounds) ચાલી રહેલા લોકમેળામાં(Lok Mela) બે દિવસના અંતરમાં બે દુર્ઘટના સર્જાઈ છે. બે દિવસ પહેલા એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાયો હતો. જયારે મોતના કૂવામાં ચાલી રહેલા કરતબ દરમિયાન એક કાર અચાનક જ નીચે ખાબકી હતી. જ્યાં કરતબ દરમિયાન કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જાેકે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.જોકે, ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Join Our WhatsApp Community

રાજકોટમાં જન્માષ્ટમીના(Janmashtami) દિવસે લોકમેળામાં આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં લોકમેળાના મુખ્ય પ્રવેશદ્વાર(Main entrance of Lok Mela) પાસે આવેલી બીજી જ રાઈડમાં એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં(Break Dance Ride) એક યુવક રાઇડની મજા માણતો હતો, અને હસતો હસતો મેળાની મજા લેતો હતો અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકોએ નજીકમાં મેળાના ગેઇટ પાસે ઊભેલી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ(Rajkot Civil Hospital) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ રાજ્ય ના સીએમની પુત્રીએ ક્લિનિકમાં ઘૂસી ડોક્ટરને માર્યો જોરદાર મુક્કો

રાઇડમાં બેસતા સમયે દરેક લોકોએ આ પરથી શીખ મેળવવાની જરૂર છે. રાઇડમાં બેસ્ટ સમયે રાઇડમાં સંચાલકોની સૂચના(Administrator's Notice) મુજબ વ્યવસ્થિત રીતે બેસી રાઈડની મજા માણવી જોઈએ. જો આ દરમિયાન મજાક મસ્તી કરીએ અથવા વ્યવસ્થિત ન બેસીએ તો દુર્ઘટના જરૂરથી સર્જાઈ શકે છે અને તેમાં કદાચ મજાની સજા સમાન જીવ ગુમાવવાનો પણ વખત આવી શકે છે.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version