News Continuous Bureau | Mumbai
રાજકોટ(rajkot) શહેરના રેસકોર્સ મેદાનમાં(Racecourse grounds) ચાલી રહેલા લોકમેળામાં(Lok Mela) બે દિવસના અંતરમાં બે દુર્ઘટના સર્જાઈ છે. બે દિવસ પહેલા એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાયો હતો. જયારે મોતના કૂવામાં ચાલી રહેલા કરતબ દરમિયાન એક કાર અચાનક જ નીચે ખાબકી હતી. જ્યાં કરતબ દરમિયાન કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જાેકે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.જોકે, ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.
રાજકોટમાં જન્માષ્ટમીના(Janmashtami) દિવસે લોકમેળામાં આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં લોકમેળાના મુખ્ય પ્રવેશદ્વાર(Main entrance of Lok Mela) પાસે આવેલી બીજી જ રાઈડમાં એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં(Break Dance Ride) એક યુવક રાઇડની મજા માણતો હતો, અને હસતો હસતો મેળાની મજા લેતો હતો અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકોએ નજીકમાં મેળાના ગેઇટ પાસે ઊભેલી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ(Rajkot Civil Hospital) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ રાજ્ય ના સીએમની પુત્રીએ ક્લિનિકમાં ઘૂસી ડોક્ટરને માર્યો જોરદાર મુક્કો
રાઇડમાં બેસતા સમયે દરેક લોકોએ આ પરથી શીખ મેળવવાની જરૂર છે. રાઇડમાં બેસ્ટ સમયે રાઇડમાં સંચાલકોની સૂચના(Administrator's Notice) મુજબ વ્યવસ્થિત રીતે બેસી રાઈડની મજા માણવી જોઈએ. જો આ દરમિયાન મજાક મસ્તી કરીએ અથવા વ્યવસ્થિત ન બેસીએ તો દુર્ઘટના જરૂરથી સર્જાઈ શકે છે અને તેમાં કદાચ મજાની સજા સમાન જીવ ગુમાવવાનો પણ વખત આવી શકે છે.
