Site icon

જે ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કાર્યકર્તાઓ સાથે કર્યું તેનો જવાબ એકનાથ શિંદે આપી રહ્યાં છે-22 શિવસૈનિકો પર ગુનો નોંધ્યો-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

હાલ મહારાષ્ટ્રમાં(Maharashtra) બદલાનું રાજકરણ થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. શિવસેના(Shiv Sena) સામે બળવો કરીને ભાજપ(BJP) સાથે મળીને સરકાર રચનારા એકનાથ શિંદેએ(Eknath Shinde) હવે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વફાદાર રહેલા સામે બદલો લઈ રહ્યા હોવાનું રાજકીય ચર્ચાઈ રહ્યું છે. શિંદેએ શિવસેનાના કુર્લાના(Kurla) શિવસૈનિકો(Shiv Sainiks) સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યા બાદ કુર્લા પોલીસે કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

Join Our WhatsApp Community

શિવસેનાના વફાદાર ગણાતા ધારાસભ્ય(MLA) મંગેશ કુડાળકરે(Mangesh Kudalkare) પક્ષનો સાથ છોડીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા હતા, તેનાથી શિવસેનાના સમર્થકો ઉશ્કેરાઈ ગયા હતા. શિવસૈનિકોએ મંગેશ કુડાળકરની ઓફિસમાં તોડફોડ કરી હતી, તેના બેનરો ફાટી નાખ્યા હતા. તેના નામના બોર્ડ પર તોડી નાખવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  શું શિંદે સરકાર ફરી એક વખત ઠાકરે સરકારના નિર્ણયને બદલી નાખશે- આજે મળશે 'શિંદે-ફડણવીસ' સરકારની ત્રીજી કેબિનેટ- આ મોટા મુદ્દા પર થશે ચર્ચા 

પક્ષ સામે બળવો કરીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયેલા કુડાળકરને સ્થાનિક શિવસૈનિકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું અને તેને કારણે તેને ઘણુ નુકસાન થયું હતું, તેથી તેણે તેની ફરિયાદ કરી હતી. તેની ફરિયાદને આધારે કુર્લાની નેહરુ નગર પોલીસે હવે શિવસૈનિકો સામે ગુનો નોંધ્યો છે અને પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે.
 

Surendranagar Chamaraj rail block: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર*
Raj Thackeray: રાજ ઠાકરે વિરુદ્ધ બોલવું પડ્યું મોંઘું, મનસે કાર્યકર્તાઓએ રિક્ષા ડ્રાઇવર પાસે જાહેરમાં કરાવ્યું આવું કામ.
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Exit mobile version