News Continuous Bureau | Mumbai
હાલ મહારાષ્ટ્રમાં(Maharashtra) બદલાનું રાજકરણ થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. શિવસેના(Shiv Sena) સામે બળવો કરીને ભાજપ(BJP) સાથે મળીને સરકાર રચનારા એકનાથ શિંદેએ(Eknath Shinde) હવે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વફાદાર રહેલા સામે બદલો લઈ રહ્યા હોવાનું રાજકીય ચર્ચાઈ રહ્યું છે. શિંદેએ શિવસેનાના કુર્લાના(Kurla) શિવસૈનિકો(Shiv Sainiks) સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યા બાદ કુર્લા પોલીસે કાર્યવાહી ચાલુ કરી દીધી છે.
શિવસેનાના વફાદાર ગણાતા ધારાસભ્ય(MLA) મંગેશ કુડાળકરે(Mangesh Kudalkare) પક્ષનો સાથ છોડીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા હતા, તેનાથી શિવસેનાના સમર્થકો ઉશ્કેરાઈ ગયા હતા. શિવસૈનિકોએ મંગેશ કુડાળકરની ઓફિસમાં તોડફોડ કરી હતી, તેના બેનરો ફાટી નાખ્યા હતા. તેના નામના બોર્ડ પર તોડી નાખવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : શું શિંદે સરકાર ફરી એક વખત ઠાકરે સરકારના નિર્ણયને બદલી નાખશે- આજે મળશે 'શિંદે-ફડણવીસ' સરકારની ત્રીજી કેબિનેટ- આ મોટા મુદ્દા પર થશે ચર્ચા
પક્ષ સામે બળવો કરીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયેલા કુડાળકરને સ્થાનિક શિવસૈનિકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું અને તેને કારણે તેને ઘણુ નુકસાન થયું હતું, તેથી તેણે તેની ફરિયાદ કરી હતી. તેની ફરિયાદને આધારે કુર્લાની નેહરુ નગર પોલીસે હવે શિવસૈનિકો સામે ગુનો નોંધ્યો છે અને પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે.