News Continuous Bureau | Mumbai
કેન્દ્રની મોદી સરકારે(Modi Govt) મંગળવારે સેનામાં અગ્નિપથ યોજના(Agnipath Scheme)ની જાહેરાત બાદથી દેશના કેટલાક રાજ્યોમાં આનો ભારે વિરોધ(protest) થઈ રહ્યો છે. ખાસ કરીને બિહાર(UP) અને ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં આની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. આ યોજના વિરુદ્ધ પ્રદર્શન(violance) આજે પણ ચાલુ છે. આંદોલનકારીઓએ આ યોજનાને તાત્કાલિક પાછી લેવાની માગ કરી રહ્યા છે. તો કેટલાક રાજકીય દળો(political party)એ પણ આ સ્કીમને પાછી ખેંચવાની માંગ કરી છે.
Bihar | Cash worth Rs 3 lakh looted from a ticket office at Bihiya railway station in Arrah amid protests against #AgnipathScheme
We were giving tickets to passengers, suddenly huge crowd pelted stones & set the office ablaze. They looted Rs 3 lakh cash:Ticket-counter Incharge pic.twitter.com/90JBFFoLrK
— ANI (@ANI) June 17, 2022
સેનાની ભરતીની અગ્નિપથ યોજનાનો વિરોધ કરવાની આડમાં બિહાર(Bihar)માં લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. પ્રદર્શનકારીઓ વિવિધ સ્થળોએ રેલ્વે સ્ટેશન(railway station) અને ટ્રેનો(trains)ને નિશાન બનાવી રહ્યા છે. ટ્રેનોને આગ(fire) લગાડવામાં આવી રહી છે, રેલવે સ્ટેશનો પર સરકારી સંપત્તિ(govt property)ને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ભોજપુરના બિહિયા રેલવે સ્ટેશન(Bihiya Railway station)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બદમાશોએ રેલવે કાઉન્ટર(counter)ને નિશાન બનાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : બિહારમાં આજે પણ અગ્નિપથનો વિરોધ ચાલું- આટલા જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ બંધ
અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે દેખાવકારોએ બિહારના બિહિયા રેલ્વે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી લગભગ 3 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. એવા પણ અહેવાલ છે કે કેટલાક બદમાશોએ સ્ટેશન પર હાજર મુસાફરોની મારપીટ(fighty) પણ કરી હતી.