News Continuous Bureau | Mumbai
પંજાબ સરકારે(Punjab Govt) ટ્રાફિક નિયમોને(Traffic rules) લઈને નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ અનોખી સજા નક્કી કરવામાં આવી છે. નવા નિયમોમાં, જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં ડ્રાઇવિંગ(Drunk driving) કરતા પકડાય છે, તો ડ્રાઇવરે દંડ તરીકે એક યુનિટ રક્તનું દાન કરવું પડશે. તેમજ તેનું લાઇસન્સ(Driving License) ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
ટ્રાફિકના નિયમો તોડવા માટે જે રીતે સજાની જોગવાઈ કરવામાં આવી છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. નવા નિયમો હેઠળ, પ્રથમ વખત ઓવરસ્પીડ ડ્રાઇવિંગ(Overspeed Driving)માટે 1 હજાર રૂપિયાનું ચલણ થશે. જો તે વ્યક્તિ ફરીથી તે જ ભૂલનું પુનરાવર્તન કરશે તો તેને બમણો દંડ થશે. એટલું જ નહીં, જો તે વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તો તેમને એક રિફ્રેશર કોર્સ (refresher course) કરવો પડશે અને તેનુ સર્ટિફિકેટ(certificate) પણ લેવુ પડશે. સાથે સાથે સ્કૂલના 20 વિદ્યાર્થીઓને બે કલાક સુધી ટ્રાફિકના નિયમ શીખવાડવા પડશે.
આ સમાચાર પણ વાંચો : આ કારણથી મહારાષ્ટ્રના મંત્રીમંડળનું વિસ્તરણ અટકવાની શક્યતા-બધાની નજર દિલ્હી પર-જાણો વિગત
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે દારૂના નશામાં વાહન ચલાવવા માટે નજીકની હોસ્પિટલમાં સામુદાયિક સેવા કરવી પડશે. જ્યાં ડોક્ટર અથવા ઈન્ચાર્જ દ્વારા સૂચવ્યા મુજબનું કામ લગભગ બે કલાક કરવું પડશે અથવા ઓછામાં ઓછું એક યુનિટ રક્તદાન(Blood donation) કરવું પડશે. તે જ સમયે, પ્રથમ વખત, રેડ લાઈટ જમ્પ (Red light jump) કરવા માટે 1,000 રૂપિયાનું ચલણ અને લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. જ્યારે બીજી વખત 2000 રૂપિયાનું ચલણ આપવું પડશે.
આ સિવાય મોબાઈલ ફોન(Mobile phone) પર વાત કરતી વખતે ડ્રાઈવિંગ કરવા પર પહેલીવાર 5,000 રૂપિયા અને બીજી વખત પકડાવા પર 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સાથે, રિફ્રેશર કોર્સ અથવા સામુદાયિક સેવાઓ પણ કરવાની રહેશે. ટુ વ્હીલરમાં 3 મુસાફરોને બેસાડનારાઓને પણ કડક કરવામાં આવશે. પ્રથમ વખત રૂ. 1,000 અને બીજી વખત રૂ. 2,000નો દંડ અને એક મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.