ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
લાખો રૂપિયાનો પગાર હોવા છતાં અમુક સરકારી અધિકારીઓ દ્વારા લાંચ લેતા રોકી શકતા નથી. તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચના કેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(CA) અને GST જોઈન્ટ કમિશનરની ધરપકડ કરી હતી.
જોઈન્ટ કમિશનર, CGST અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સીબીઆઈએ છટકું ગોઠવીને લાંચ લેતા રંગે હાથ પકડયા હતા. બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ના 7 એ હેઠળ RC.04(A)/2022 હેઠળ 3 માર્ચના રોજ કેસ નોંધવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું, ઓબીસી અનામતના મુદ્દે નીચા જોણું થયું; જાણો વિગત
CBIના અધિકારીઓના કહેવા મુજબ યવતમાલના ઈલેક્ટ્રીકલ્સ એન્ડ ઈલેક્ટ્રોનિક્સના માલિકે તેમની પાસેથી લાંચ માગવામાં આવી રહી હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ મુજબ CGST, નાગપુર-2 જોઈન્ટ કમિશનર મુકુલ પાટીલે ફરિયાદીના નામે સર્વિસ ટેક્સની લગતી કારણ બતાવો નોટિસ જારી કરી હતી. તેનાથી બચવા માટે કથિત આરોપી જોઈન્ટ કમિશનર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તેની પાસેથી લાંચની રકમ પેઠે 4,50,000 રૂપિયાની માંગણી કરી હતી.
CBIના દ્વારા બહાર પાડવામાં આવેલી એક પ્રેસ રીલીઝ માં જણાવવામાં આવ્યું હતું કે, “બંને આરોપીઓને રૂપિયાની વાટાઘાટ બાદ લાંચની રકમની માંગણી અને સ્વીકાર કરતી વખતે રંગે હાથે પકડવામાં આવ્યા છે. 4,50,000 રૂપિયાની માગણી સામે ફરિયાદીએ 4,00,000 રૂપિયા આપ્યા હતા. ધરપકડ બાદ સીએની ઓફિસ અને જોઈન્ટ કમિશનરની ઓફિસ અને રહેણાંક જગ્યાઓ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. આરોપીઓને સ્પેશિયલ જજ, CBI કેસ, નાગપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.