Site icon News Continuous Bureau | Mumbai

અંધેર નગરી… બોલો સીબીઆઈ ની કસ્ટડીમાંથી 103 કિલોથી વધુ સોનુ ગાયબ.. કોર્ટે આપ્યાં તપાસ ના આદેશ…. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ડિસેમ્બર 2020 

સીબીઆઈએ હવે તેમના પોતાના જ અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશો પ્રાપ્ત થયા બાદ તેના પોતાના અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ફરજ પડી છે. તમિળનાડુમાં સીબીઆઈએ દરોડામાં આશરે 45 કરોડ રૂપિયાનું 103 કિલોથી વધુનું સોનું જપ્ત કર્યું હતું. આ સોનાને સીબીઆઈની 'સલામત કસ્ટડી'માં રાખવામાં આવ્યું હતું, જે હવે ગાયબ થઈ ગયું છે. મદ્રાસ હાઈકોર્ટે તમિળનાડુ સીબી-સીઆઈડીને આ કેસની તપાસ માટે આદેશ આપ્યો છે. 

આપને જણાવી દઈએ કે સીબીઆઈની ટીમે વર્ષ 2012 માં ચેન્નાઇમાં 'સુરાના કોર્પોરેશન લિમિટેડ'ની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ સોનાની ઇંટો અને ઘરેણાંના રૂપમાં 400.5 કિલો સોનું જપ્ત કર્યું હતું. જપ્ત કરેલું સોનું સીલ કરી સીબીઆઈની સલામત કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે જપ્ત કરેલા સોનામાંથી 103 કિલોથી વધુનું સોનું ગાયબ છે. 

આ મુદ્દે સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે સેફવોલ્ટની 72 ચાવી ચેન્નઈની મુખ્ય અદાલતને સોંપી છે. સાથે સીબીઆઈએ દાવો કર્યો પણ હતો કે જપ્તી દરમિયાન સોનાનું વજન એકત્રિત કરવામાં આવ્યું હતું. પરંતુ એસબીઆઈ અને સુરાના વચ્ચે લોન કેસના નિકાલ માટે નિયુક્ત લિક્વિડેટરને સોંપતી વખતે વજનમાં તફાવત આવ્યો છે અને આ જ વજનના ઘટનું કારણ છે. બાકી કોઈ હેરફેર થઈ નથી. 

જસ્ટીસ પ્રકાશે સીબીઆઈની અરજીને ફગાવી દીધી અને એસપી રેન્કના અધિકારીની અધ્યક્ષતામાં આ કેસમાં સીબી-સીઆઈડી તપાસના આદેશ આપ્યા હતા. તેમજ 6 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા નિર્દેશ પણ આપ્યો છે.. હવે નવી તપાસમાં સોનુ ગાયબ થવાનું કે ઘટ આવવાનું શુ કારણ છે તે રિપોર્ટ બાદ જ સામે આવશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version