ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ આજે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે નાગપુર અને મુંબઈમાં દેશમુખના પરિસરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જો કે, એજન્સી (CBI) એ કયા કિસ્સામાં દરોડા પાડ્યા છે તે અંગે કોઈ માહિતી આપી નથી.
ઉલ્લેખનીય છે કે અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં હાજર રહેવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પાંચ નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તે હાજર થયા નાં હતા.
